ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સોનિયા ગાંધીએ વિરોધ પક્ષોને ડિનર પર બોલાવ્યા, કેજરીવાલની AAPને પણ કોલ કર્યો

Text To Speech

કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી પાર્ટીઓની બેઠક માટે આમ આદમી પાર્ટી સહિત 24 પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસે AAPને પણ બેઠકમાં હાજરી આપવા માટે બોલાવી છે. 18 જુલાઈએ બેંગલુરુમાં મીટિંગ થશે અને તેના એક દિવસ પહેલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે.

લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી દળોની કવાયત

આ બેઠક 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સાથે મુકાબલો કરવા માટે વિપક્ષી દળોને એકત્ર કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાઈ રહી છે. આ પહેલા બિહારના મુખ્યમંત્રી અને JDUના વડા નીતિશ કુમારે 23 જૂને પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવી હતી, જેમાં 15 પાર્ટીઓએ ભાગ લીધો હતો.

આ પાર્ટીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું

એક મિડિયા રિપોર્ટ મુજબ, સૂત્રોએ દાવો કર્યો છે કે આ બેઠકમાં 8 વધુ પાર્ટીઓ પણ ભાગ લેવા જઈ રહી છે. મરુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK), કોંગુ દેસા મક્કલ કાચી (KDMK), વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK), રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી (RSP), ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, કેરળ કોંગ્રેસ (જોસેફ) અને કેરળ કોંગ્રેસ (મની)ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ખડગેએ કહ્યું, છેલ્લી બેઠક સફળ રહી હતી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી પાર્ટીઓને બેઠક માટે આમંત્રણ આપતાં કહ્યું કે છેલ્લી બેઠક સફળ રહી હતી અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આવી ચર્ચાઓ ભવિષ્યમાં પણ ચાલુ રહે તે જરૂરી છે.

પટનામાં આયોજિત બેઠકમાં AAP વતી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા હાજર રહ્યા હતા. આ દરમિયાન કેજરીવાલે દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર સંબંધિત મામલામાં કેન્દ્રના વટહુકમનો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો: ભારતમાં ગરીબી અંગે UNનો ચોંકાવનારો રિપોર્ટ, જાણીને નવાઈ લાગશે

Back to top button