ગુજરાતટોપ ન્યૂઝ

જાણો કોણ છે બાબુ દેસાઈ જેના પર ભાજપે ખેલ્યો છે દાવ

ભાજપ દ્વારા રાજ્યસભાના બંન્ને ઉમેદવારોના નામ જાહેર કરવામા આવ્યા છે. જેમાં બાબુ દેસાઈ અને કેસરીસિંહ ઝાલાનું નામ જાહેર થયું છે. ભાજપે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ઓબીસી સમુદાયના બાબુ દેસાઈને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે.જ્યારે બીજી સીટ પર કેસરીસિંહ ઝાલાનું નામ જાહેર થયું છે.

ભાજપે રાજ્યસભાના બંન્ને ઉમેદવારોના નામ કર્યા જાહેર

ભાજપ દ્વારા બે અલગ અલગ ઝોનમાંથી ઉમેદવારો પસંદ કરવામા આવ્યા છે.ભાજપે પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ અને વાંકાનેર સ્ટેટના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાને ઉમેદવાર બનાવ્યા છે. જેમાં રબારી સમાજના ભામાશા તરીકે ઓળખાતા અને બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈની પસંદગી કરી છે. ત્યારે આ અહેવાલમાં અમે તમને તેમના વિશે કેટલીક અગત્યની માહિતી આપીશું.

બાબુભાઇ દેસાઈ કોણ છે ?

બાબુભાઇ દેસાઈ ભાજપના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ કાંકરેજ તાલુકાના ઉબરી ગામના વતની છે.બાબુભાઈ હાલ અમદાવાદમાં સોલા રોડ પર રહે છે. તેમના અભ્યાસની વાત કરવામા આવે તો તેઓએ ઓલ્ડ SSC અને અંગ્રેજી મીડિયમમાં સ્ટેનોગ્રાફીનો અભ્યાસ કર્યો છે. તેઓ 2007માં બનાસકાંઠાની કાંકરેજ બેઠકથી ધારાસભ્ય બન્યા હતા. ઘણા સમયથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહ્યા હોવાથી તેમની પોતાની એક લોકપ્રિયતા છે.જેના કારણે તેમને કમિટેડ કાર્યકર્તા માનવામાં આવે છે. તેમજ તેમના શેષ્ઠ કાર્યોને પરિણામે તેમને ગુજરાતના નામાંકિત મીડિયા ગ્રુપ દ્વારા શ્રેષ્ઠ ધારાસભ્યનો તરિકેનો એવોર્ડ પણ મળ્યો છે.

બાબુ દેસાઈ-humdekhengenews

રબારી સમાજમાં ભામાશા અને દાનવીર રત્ન તરિકેની ઓળખ

બાબુભાઇ દેસાઇ રબારી સમાજમાં ભામાશા અને દાનવીર રત્ન તરીકેની ઓળખાય છે.દ્વારકા સહિત રાજ્યભરની અનેક ધાર્મિક પ્રવૃતિઓ સાથે તેઓ જોડાયેલા છે. તેમજ અનેક સમૂહલગ્ન અને ધાર્મિક કાર્યક્રમના દાતા છે. એટલુ જ નહી તેઓ 10 જેટલી સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી છે. અને તેઓ કન્યા કેળવણી માટે કાર્યરત છે.

બાબુભાઈ દેસાઈની બિલ્ડર લોબીમાં ઓળખ

આ સાથે બાબુભાઈ દેસાઈની બિલ્ડર લોબીમાં પણ આગવી ઓળખ છે. તેઓ મૂળ બિલ્ડર હતા અને તેમાંથી તેઓ ધારાસભ્ય બન્યા હતા. 2012થી તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના ગૌ સંવર્ધન સેલના કન્વીનર રહ્યા હતા

સોશિયમ મીડિયા પ્લેટફોર્મ પર પોણા ચાર લાખથી પણ વધુ ફોલોવર્સ

સોશિયલ મીડિયાની વાત કરવામા આવે તો તેમના સોશિયમ મીડિયા પ્લેટફોર્મ પર ગતિવિધીઓમા પણ બાબુભાઇ દેસાઈ ગુજરાતમાં અગ્રેસર નેતા છે. તેમના ફેસબુક,ટ્વિટર,અને ઈન્સ્ટાગ્રામ પર પોણા ચાર લાખથી પણ વધુ ફોલોવર્સ છે.

2022 વિધાનસભા ચૂંટણીમાં લડવાની પણ હતી તૈયારી

આ ઉપરાંત આ સમૃદ્ધ નેતાએ 2022 વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી લડવાની તૈયારી દર્શાવી હતી પરંતુ કોઈ કારણોસર તેમને ટિકિટ અપાઈ નહોતી ત્યારે ભાજપે તેમને રાજ્યસભાની ચૂંટણી મેદાનમાં ઉતારી તેમની વર્ષો જૂની માંગ સંતોષી હોવાનું સૂત્રો ચરચી રહ્યા છે.

ઉમેદવારોની પસંદગી પાછળ ભાજપની  રણનીતિ

ભાજપે ફરી એકવાર  ત્રણ બેઠકોમાં બે નવા ચહેરાઓને તક આપી ભાજપે આગામી લોકસભાની ચૂંટણીમાં માલધારી સમાજ અને ક્ષત્રિય સમાજને પોતાના તરફેણમાં કરવા આ રણનીતિ અપનાવી હોવાનું મનાઈ રહ્યું છે.  ભાજપે

 આ પણ વાંચો : Breaking News :ભાજપે રાજ્યસભાના બે ઉમેદવારના નામ કર્યા જાહેર, જાણો કોના નામ પર લાગી મહોર

Back to top button