ગુજરાત

ગુજરાતના આ જિલ્લામાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરીએ હાઇસ્પીડ પકડી

  • આણંદ-ખેડા જિલ્લા વચ્ચે ઉત્તરસંડામાં રેલવે સ્ટેશન ફાળવાયું
  • બુલેટ ટ્રેન હાઇસ્પીડ રેલવે કોરિડોર પ્રોજેક્ટ રોકેટ ગતિએ શરૂ થયો
  • આણંદ જિલ્લામાં 11 ગામોની 4.73 લાખ ચો.મી જમીન સંપાદન થઇ

ગુજરાતમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરીએ હાઇસ્પીડ પકડી છે. જેમાં બોરિયાવીથી વાસદ સુધીના રૂટમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી જડપી થઇ રહી છે. આણંદ જિલ્લામાં 11 ગામોની 4.73 લાખ ચો.મી જમીન સંપાદન થઇ છે. તથા તેમને રૂપિયા 260 કરોડ ચૂકવાયા છે. બુલેટ ટ્રેન હાઇસ્પીડ રેલવે કોરિડોર પ્રોજેક્ટ રોકેટ ગતિએ શરૂ થયો છે.

આ પણ વાંચો: ગુજરાત: ભાજપના તમામ MLAને ગાંધીનગર બોલાવાયા, નવાજુની થવાના એંધાણ 

આણંદ-ખેડા જિલ્લા વચ્ચે ઉત્તરસંડામાં રેલવે સ્ટેશન ફાળવાયું

આણંદ જિલ્લાનાં બોરિયાવીથી વાસદ સુધીના માર્ગ ઉપર આવતા 11 ગામો બોરિયાવી, સામરખા, ગામડી, ચિખોદરા, વઘાસી, મોગર, રામનગર, અડાસ, આંકલાવડી, રાજુપુરા અને વાસદ ગામમાંથી બુલેટ ટ્રેન પસાર થનાર હોઇ હાઇસ્પીડ રેલ પ્રોજ્ક્ટમા આ વિસ્તારના ખેડૂતો, ઉદ્યોગોના 546 પ્લોટની 4 લાખ, 73 હજાર 030 ચોરસ મીટર જમીન 546 કબ્જેદારો પાસેથી સંપાદન કરીને તેઓને 260 કરોડ, 45 લાખ 34 હજાર 766 રૂપિયા ચુકવીને જમીનનો કબ્જો લેવાયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ, જાણો કયા થઇ સૌથી વધુ મેઘમહેર 

પ્રોજેક્ટની કામગીરી યુદ્ધના ધોરણે ચાલું છે

પ્રોજેક્ટની કામગીરી યુદ્ધના ધોરણે ચાલું છે. અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન હાઇસ્પીડ પ્રોજેક્ટની કામગીરી રોકેટ ગતિએ ચાલી રહી છે. આણંદ જિલ્લામાં જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થતાં ઇન્ફાસ્ટ્રકચરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સમગ્ર પ્રોજેક્ટ ઉપર સીધુ પીએમઓ કાર્યાલયથી મોનિટરિંગ થાય છે. જિલ્લાના બોરિયાવી, સામરખા, ગામડી, ચિખોદરા, વઘાસી, મોગર, રામનગર, અડાસ, આંકલાવડી, રાજુપુરા અને વાસદ ગામના 546 ખાતેદારોની રેલવે કોરીડોર નિર્ધારીત વિસ્તારમાંથી પસાર થતી હોઇ તે જમીનો સંમતિ કરાર સાથે સંપાદન કરાઈ છે.

આ પણ વાંચો: ગુરૂવારથી વરસાદનુ જોર ઘટવાની સંભાવના, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

બુલેટ ટ્રેનમાં અમદાવાદથી મુંબઇ 3.10 કલાકમાં પહોંચાશે

અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ બુલેટ ટ્રેન રેલ કોરીડોરથી મુસાફરીના સમયગાળામાં નોધપાત્ર ઘટાડો થશે. ટ્રેનને અમદાવાદથી મુંબઇ સુધીનુ 520 કિમીનુ અંતર કાપતા 3 કલાક અને 10 મીનીટનો સમય લાગશે. મુસાફરો બુલેટ ટ્રેનના આધુનિક ડિઝાઇન, સ્ટ્રકચર ધરાવતા કમ્પાર્ટમેન્ટમાં મર્યાદિત સમયમાં આરામપુર્ણ મુસાફરીનો આનંદ માણી શકશે. ખુબ જ ઓછા સમયમાં ઝડપથી અમદાવાદથી મુંબઇનો પ્રવાસ લોકો કરી શકશે. જેથી સમયનો દુર્વ્યય અટકશે.

Back to top button