- રાજ્યસભાની બાકીની બે બેઠકો માટે ભાજપે હજી સુધી નામો જાહેર કર્યા નથી
- MLAને 13મી જૂલાઈને ગુરૂવારની સાંજ સુધી પાટનગર ન છોડવા આદેશ કરાયો
- રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે હવે માત્ર એક જ દિવસ બાકી
ગુજરાતમાંથી રાજ્યસભામાં પ્રતિનિધિત્વનું ચિત્ર આજે સામે આવી જશે. જેમાં રાજ્યસભામાં ભાજપ ગુજરાતને રસ્તે વધુ એકને પ્રવેશ આપશે. તેમાં ભાજપના તમામ MLAને ગાંધીનગર બોલાવાયા છે. તેમજ MLA ગુરુવાર સુધી ગાંધીનગરમાં રહેશે. તથા આજે બે ઉમેદવારો જાહેર થશે. રાજ્યસભાની બાકીની બે બેઠકો માટે ભાજપે હજી સુધી નામો જાહેર કર્યા નથી.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ, જાણો કયા થઇ સૌથી વધુ મેઘમહેર
રાજ્યસભાની બાકીની બે બેઠકો માટે ભાજપે હજી સુધી નામો જાહેર કર્યા નથી
વિદેશમંત્રી એસ.જયશંકરની ઉમેદવારી પછી રાજ્યસભાની બાકીની બે બેઠકો માટે ભાજપે હજી સુધી નામો જાહેર કર્યા નથી. બીજી તરફ ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવાયા છે અને એ સૌને 13મી જૂલાઈને ગુરૂવારની સાંજ સુધી પાટનગર ન છોડવા આદેશ કરાયો છે. આથી, બે બેઠકો પૈકી એક બેઠક માટે ભાજપ કોઈ મોટામાથાને ગુજરાતના રસ્તે રાજ્યસભામાં મોકલી રહ્યાના સંકેતો પ્રાપ્ત થયા છે.
આ પણ વાંચો: ગુરૂવારથી વરસાદનુ જોર ઘટવાની સંભાવના, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે હવે માત્ર એક જ દિવસ
રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યા છે. ગુરૂવારે બપોરે ત્રણ વાગ્યા સુધીની અવધિ રહી છે. આથી, ભાજપ તરફથી આજે બાકી રહેલી બંને બેઠકો માટે નામોની જાહેરાત થશે. હાલના સાંસદ જુગલ ઠાકોર, દિનેશ અનાવાડિયાના સ્થાને ભાજપ કોને ઉતારી રહ્યુ છે તે અંગે અનેક પ્રકારના તર્કવિર્તક ચાલી રહ્યા છે. કહેવાય છે કે, વિદેશ મંત્રી એસ.જયશંકર બાદ હાઈકમાન્ડ ગુજરાતમાંથી ભાજપ વધુ એક રાજ્ય બહારના નેતાને રાજ્યસભા મોકલવા અંગે વિચારણા કરી રહ્યો છે. જેના કારણે બાકીની બે બેઠકો માટે નામોની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. વધુ એક ગુજરાત બહારના ઉમેદવારની સ્થિતિમાં સ્થાનિક સ્તરે ક્ષત્રિય કે ઓબીસી એમ બેમાંથી એક સમુહમાંથી નેતાની પસંદગી થઈ શકે છે. ગુજરાતમાંથી રાજ્યસભામાં પ્રતિનિધિત્વનું ચિત્ર બુધવારની બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે એમ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.