‘હમ દો હમારે દો’: બે બાળકો હોવાનો માતા-પિતાને શું થાય છે ફાયદો?
- સિંગલ ચાઇલ્ડ હોવા કરતા બે બાળકોના ફાયદા વધુ છે
- બાળકો એકલા પડતા નથી, તેમનામાં શેરિંગની ભાવના વધે છે
- બે બાળકોના હોવાથી માતા-પિતાને પણ ધણા ફાયદા થાય છે
ઘણા સમય પહેલા ગરીબીને નિયંત્રણમાં રાખવા માટે સરકારે ‘હમ દો હમારે દો નારો આપ્યો હતો. આજે 11 જુલાઇએ વર્લ્ડ પોપ્યુલેશન ડે (World Population Day)ના દિવસે એ જાણો કે બે બાળકો હોવાનો માતા-પિતાને શું ફાયદો થાય છે. આજે કપલ્સે પોતાના પરિવારને બે બાળકો સુધી જ સીમિત શા માટે રાખવો જોઇએ?
બાળકો પેરેન્ટ્સને રાખે છે ખુશ
રિસર્ચ કહે છે કે બે બાળકો હોવાથી માતા-પિતા ખુશ રહી શકે છે. બે બાળકો માતા-પિતાનો સ્ટ્રેસ દુર કરી શકે છે. તેઓ પેરેન્ટ્સ સાથે દરેક ખુશી કે દુઃખની ઘડીઓમાં હોય છે. બાળકોના કારણે તમે દરેક ભાવનાઓને સારી રીતે મહેસુસ કરી શકો છો. તમે ક્યારેક તણાવમાં રહો છો તો ક્યારેક તમારા બાળકોની તકલીફને લઇને દુઃખ અનુભવો છો. તમે ભાવનાઓ સાથે જોડાયેલા રહી શકો છો.
બાળકો એક સાથે રમી શકે છે
જ્યારે ઘરમાં બે બાળકો હોય છે તો તેમને દોસ્તી કે રમવા માટે અન્ય કોઇની જરૂર પડતી નથી. તેમને પોતાના જ ઘરમાં એક પાક્કો મિત્ર મળી જાય છે. તમને ખ્યાલ હશે જ કે ભાઇ કે બહેન જ આપણા સાચા શુભચિંતક હોય છે.
એકલતા અનુભવાતી નથી
તમે વિશ્વાસ કરો કે ન કરો, પરંતુ જ્યારે સિંગલ ચાઇલ્ડ બીજા બાળકોને પોતાના ભાઇ કે બહેન સાથે જોવે છે ત્યારે તે એકલતા અનુભવે છે. તેને લાગે છે કે તેની સાથે પોતાની વાતો શેર કરવા માટે કોઇ નથી. જો તમારા બાળક પાસે સિ’હમ દો હમારે દો’: બે બાળકો હોવાનો માતા-પિતાને શું થાય છે ફાયદો?બલિંગ છે તો તેને જિંદગીમાં ક્યારેય એકલતા અનુભવાતી નથી.
પ્રેમ વધે છે, ઘણુ બધુ શીખવા મળે છે
પ્રેમ વહેંચવાથી વધે છે. બે બાળકો હોય ત્યારે માતા-પિતાનો પ્રેમ વધે છે, ઘટતો નથી. એક પેરેન્ટ્સ હોવાના નાતે તમે વધુ પ્રેમ અનુભવો છો. બીજા બાળકની દેખરેખ કરવી માતા-પિતા માટે સરળ બની જાય છે. પેરેન્ટ્સની જવાબદારીઓ ઘટે છે. વળી, બે બાળકોને એકબીજા પાસેથી ઘણી બાબતો શીખવા મળે છે. જેમકે ધીરજ રાખવી, શેરિંગ કરવુ અને સહાનુભુતિ જેવા ગુણો. ભાઇ-બહેન એકબીજાને જેટલા ઓળખે છે તેટલુ કોઇ જાણી શકતુ નથી.
આ પણ વાંચોઃ તમારા સપના પુરા કરવા ઇચ્છો છો? આ ટિપ્સ આવશે કામ