ઉત્તર ગુજરાતગુજરાત

પાટણ: સમાજ કલ્યાણ નિરીક્ષક ₹5,000 ની લાંચ લેતા ફસાયા

Text To Speech

પાલનપુર: પાટણ જિલ્લામાં સમાજ કલ્યાણ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા અધિકારીને મકાન સહાય પેટે ચેક જમા કરાવવાના કામ પેટે ₹5,000 ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા છે. જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મકાન સહાય નો હપ્તો જમા કરાવવા પેટે માંગી હતી લાંચ

લાંચ લેતા ફસાયા-humdekhengenews

લાંચ અંગેના આ કેસની વિગત એવી છે કે પાટણ જિલ્લામાં સુનિલકુમાર ખોડાભાઈ ચૌધરી સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ – ૩ માં ફરજ બજાવે છે. જેમાં ફરિયાદી એ ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન સહાયના ત્રીજા હપ્તાનો ચેક જમા કરાવવા બદલ ફરિયાદી પાસે રૂપિયા 5,000 ની લાંચની રકમ માગી હતી. પરંતુ ફરિયાદી લાંચ ની રકમ આપવા માંગતા ન હતા. જેથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પાટણ એસીબીએ જિલ્લા પંચાયત કચેરીમાં જ લાંચના છટકાનો આયોજન કર્યું હતું. જેમાં સમાજ કલ્યાણ નિરીક્ષક સુનિલકુમારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂપિયા 5,000 ની લાંચની માગણી કરી હતી ત્યારબાદ સ્થળ ઉપર જ ₹5,000 ની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી લીધા હતા.

આ લાંચ કેસમાં સમાજ કલ્યાણ નિરીક્ષકને ઝડપી લેનાર પાટણ જિલ્લા પોલીસ ઇન્સ્પેક્ટર જે. પી. સોલંકીએ લાંચના આરોપીને ડીટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી. લાંચની આ ટ્રેપના પગલે પાટણ જિલ્લા પંચાયતમાં એસીબીએ સપાટો બોલાવતા કર્મચારીઓમાં પણ ફ્ફડાટ પ્રસરી ગયો છે.

આ પણ વાંચો : ભારતની નવી જર્સી જોઇને ભડક્યા લોકો,કહ્યું યે કયા હે

Back to top button