તમારી આ ભુલો ક્યાંક દોસ્તીમાં તિરાડ ન પાડી દેઃ થોડીક આદતો બદલો
- લાઇફના દરેક સંબંધોમાં મિત્રતાનો સંબંધ સૌથી ઉંચો
- આપણે ખોટા હોઇશું તો પણ જે સાથ આપશે તે હશે મિત્ર
- એવી ભુલો કદી ન કરતા જે તમારી મિત્રતામાં કડવાશ લાવે
આપણા બધાની લાઇફમાં મિત્રતાનો સંબંધ ખૂબ જ ખાસ અને મજબૂત હોય છે. આપણે આપણા મિત્રોને આપણા દિલની દરેક વાતો કહી દેતા હોઇએ છીએ. આપણને વિશ્વાસ હોય છે કે આપણો મિત્ર આપણને કે આપણી કોઇ વાતને જજ નહીં કરે. આપણે કદાચ ખોટા પણ હોઇશું તો પણ મિત્ર આપણો જ સાથ આપશે. જોકે દોસ્તીના કેટલાક નિયમો પણ છે, તેને નજરઅંદાજ કરવા ભારે પડી શકે છે. તમારી કેટલીક ભુલો તમારી અને તમારા મિત્રો વચ્ચે અંતર લાવી શકે છે. જો તમને પણ આવી કેટલીક આદતો હોય જે તમારા સંબંધોમાં કડવાશ લાવી શકે તેમ છે તો તે આજે જ બદલો.
પીઠ પાછળ દોસ્તની વાત ન કરો
જ્યારે તમે કોઇના દોસ્ત હો છો તો તમે તેની પીઠ પાછળ કોઇ ત્રીજી વ્યક્તિ સામે ચુગલી કરવાથી બચો. તમે દોસ્તીમાં તમારા મિત્રની બુરાઇ કોઇ અન્યના મોઢે સાંભળવાનું પસંદ કરતા નથી. જો તમને તમારા મિત્રની કોઇ આદત ગમતી ન હોય તો તેને મોં પર કહી શકો છો, પરંતુ પીઠ પાછળ કોઇ ત્રીજી વ્યક્તિ સાથે તમે તમારા મિત્રની વાત કરો છો તો તમે તેને દગો કરી રહ્યા છો.
જુઠ્ઠુ બોલવાથી બચો
જે છે તે સામે જ કહી દો. તમારે તમારા મિત્ર સાથે ખોટુ બોલવાની ભૂલ કદી ન કરવી જોઇએ. જો તમારા મિત્રને બાદમાં સચ્ચાઇની જાણ થશે તો તેને ખૂબ જ દુઃખ થશે અને તમારી મિત્રતામાં તિરાડ પડી શકે છે. જો તમે તમારા મિત્ર સામે સાચુ બોલી શકતા નથી તો તમે તેના પાક્કા મિત્ર નથી.
દોસ્તની મજાક ન ઉડાવો
દોસ્તીમાં મજાક-મસ્તી ચાલતી રહેતી હોય છે, પરંતુ ઘણી વખત આ મોજ મસ્તી એક બીજાને નીચુ દેખાડવા કે હર્ટ કરવા સુધી પહોંચી જાય છે. જો તમે દોસ્તીમાં એક-બીજાને નીચુ દેખાડવાની કોશિશ કરો છો તો સ્પષ્ટ છે કે તમે સારા દોસ્ત નથી.
દોસ્તોને દગો ન કરશો
જો તમારો મિત્ર તમને નિકટ સમજી કોઇ પર્સનલ વાત કરી દે છે તો તમારા સુધી જ રાખો. તમે તેની વાતોને દુનિયાભરમાં ન ફેલાવી શકો. આમ કરવાથી તેની ફિલિંગ હર્ટ થશે. આ ઉપરાંત તમે તમારા ગિલ્ટના કારણે ખુદને નજર નહીં મિલાવી શકો.
આ પણ વાંચોઃ શ્વેતા તિવારએ શિમરી સાડીમાં ઇન્સ્ટાગ્રામ પર તસ્વીરો કરી શેર