ટ્રેન્ડિંગવર્લ્ડ

નેપાળમાં હેલિકોપ્ટર થયુ ગુમ, 5 વિદેશી નાગરિકો સહિત 6 લોકો સવાર હતા

Text To Speech

નેપાળમાં મનાંગ એરનું હેલિકોપ્ટર માઉન્ટ એવરેસ્ટ નજીક આજે મંગળવારે(11 જુલાઈ) ગુમ થયું છે. હેલિકોપ્ટરમાં 6 લોકો સવાર છે. ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટના જનરલ મેનેજર પ્રતાપ બાબુ તિવારીએ જણાવ્યું હતું કે 9N-AMV હેલિકોપ્ટર ઉડાન ભર્યાના 15 મિનિટમાં જ સંપર્ક તૂટી ગયો હતો. ‘કાઠમંડુ પોસ્ટ’ ન્યુઝ મુજબ નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના માહિતી અધિકારી જ્ઞાનેન્દ્ર ભુલને ટાંકીને જણાવ્યું હતું કે હેલિકોપ્ટરે સોલુખુંબુના સુર્કીથી રાજધાની કાઠમંડુ માટે સવારે 9.45 વાગ્યે ઉડાન ભરી હતી.

‘હિમાલયન ટાઈમ્સ’ અખબારે એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે પ્રાથમિક અહેવાલો અનુસાર, હેલિકોપ્ટરમાં પાઈલટ ચેત ગુરુંગ સહિત કુલ 6 લોકો સવાર છે. નેપાળના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ટ્વીટ કર્યું કે હેલિકોપ્ટરમાં 6 લોકો સવાર હતા. જેમાંથી 5 મુસાફરો અને એક કેપ્ટન હતા. ગુમ હેલિકોપ્ટરની શોધ માટે કાઠમંડુથી એક બીજુ ઓલ્ટિટ્યુડ એર હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં નેપાળનું એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં લગભગ 70 મુસાફરોના મોત થયા હતા.

યેતિ એરલાઈન્સનું આ વિમાન કાઠમંડુથી પોખરા મુસાફરોને લઈને જઈ રહ્યું હતું, જેમાં ક્રૂ મેમ્બર સહિત 72 લોકો સવાર હતા. વિમાન સેતી નદીના ખાડામાં પડી ગયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળની આસપાસ આગ લાગી હતી, જેના કારણે રેસ્ક્યુ ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: ભારતના પડોશી દેશમાં ભારે વરસાદને પગલે 76 લોકોનાં મોત

Back to top button