ગુજરાતટોપ ન્યૂઝ

MLA GUJARAT પ્લેટવાળી કારનો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

Text To Speech

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ પાસે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કાર અને ST બસ વચ્ચે ધડાકાભેર ટક્કર કારના પરખચ્ચા ઉડી ગયા હતા અને આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઈજાગ્રસ્તોમાંથી બે લોકોની હાલત હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. ઘટનાને પગલે 108ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે અકસ્માત-humdekhengenews

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત

મળતી માહિતી મુજબ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ નજીક કાર અને ST બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. બન્નેની ટક્કર એટલી જોરદાર હતી કે, કાર હાઈવે પર જ ઉથલી પડી હતી , જ્યારે ST બસ ડીવાઈડર તોડીને હાઈવેની નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં બંન્ને વાહનોને ભારે નુકશાન પહોંચ્યું હતું, જ્યારે બે લોકો અકસ્માતમાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે એસટી ખાડામાં પડતા ઈમરજન્સી દરવાજા મારફતે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. અને આ ઘટનામાં 10 જેટલા લોકે ઇજાગ્રસ્ત થયા અને તેમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે અકસ્માત-humdekhengenews
108ની ટીમ ઘટનાસ્થળે પહોચી

આ અકસ્માતની જાણ થતાં જ 108ની નડિયાદ, આણંદ, ઉત્તરસંડાની 5 એમ્બિલ્યુંસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. આ સાથે ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે.

_અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે અકસ્માત-humdekhengenews

કારમાંથી MLA GUJARAT લખેલી પ્લેટ મળી

આ કારમાંથી MLA GUJARAT લખેલી પ્લેટ પણ મળી આવી છે. જેથી આ કાર કોઈ MLAની હોવાનું અનુમાન લગાવવામા આવી રહ્યું છે.

 આ પણ વાંચો : ભાવનગર : ફોર વ્હીલ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમને પોલીસે મુદ્દામાલ સાથે દબોચ્યો

Back to top button