કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ભાવનગર : ફોર વ્હીલ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમને પોલીસે મુદ્દામાલ સાથે દબોચ્યો

Text To Speech

ભાવનગરમાં ફોર વ્હીલ કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર કરતા એક ઇસમને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે વિદેશી દારુ, કાર મળી કુલ રુ. 2,04,108નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ભાવનગર પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમને દબોચ્યો

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા આ દરમ્યાન તેમને બાતમી મળી હતી કે ભાવનગર મોતીતળાવ ભુરાણી પેટ્રોલ પંપ પાસેથી “ભયલુભા ગોવિંદસિંહ ગોહિલ રહે. વિઠ્ઠલવાડી, ભાવનગર વાળાએ હિતેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા રહે. ગામ-ચુડા જી.સુરેન્દ્રનગર વાળા પાસેથી વિદેશી દારૂ બહારથી મંગાવેલ છે. અને તેઓ સફેદ કલરની હ્યુન્ડાઇ સેન્ટ્રો કાર રજી.નંબર-GJ-01-HL-6390 માં બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર લઇને મોતીતળાવ મોગલમાંના મંદિર તરફ આવવાનો છે.” આ બાતમીને આધારે પોલીસની ટીમે દરોડા પાડી દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ એક શખ્સની ધરપકડ કરી હતી,જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે. પોલીસે એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવેલ છે.

મળી આવેલ મુદ્દામાલ

ભાવનગર એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડે આરોપીઓ પાસેથી વિદેશી દારુની બોટલો, કાર , મોબાઈલ ફોન સહિત કુલ, રુ. 2,04,108નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ભાવનગર પોલીસ-humdekhengenews

આરોપી આરોપીઓના નામ

(1) હિતેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા ઉવ.-48 ધંધો:- ખેતી રહે. મહેતા શેરી, ચુડા, જી.સુરેન્દ્રનગર

પકડવાનો બાકી આરોપી
(1) ભયલુભા ગોવિંદસિંહ ગોહિલ રહે.વિઠ્ઠલવાડી, ભાવનગર
(2) મયુરસિંહ ઝાલા રહે. સઉકા, તા. લીંબડી જી. સુરેન્દ્રનગર
(3) મુનાભાઇ (ભયલુભાનો માણસ )

કામગીરી કરનાર અધિકારીઓ

પોલીસ મહાનિરીક્ષક ગૌત્તમ પરમાર , ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. બી.એચ.શીંગરખીયા તથા કે.એમ.પટેલ પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોએ આ કામગીરી કરી હતી.
આ પણ વાંચો : તોફાની વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહો! અંબાલાલ પટેલની ફરી મોટી આગાહી

Back to top button