ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં પાણીના નિકાલ માટે નગરસેવકની વેપારીઓ સાથે બેઠક

Text To Speech

પાલનપુર: ડીસામાં ગાંધીચોક વિસ્તારમાં ગટર જામ થવાના કારણે ભરાતા વરસાદી પાણીના નિકાલને લઇ નગરસેવકો અને વેપારીઓની અગત્યની બેઠક યોજાઇ હતી. જેમાં પ્લાસ્ટિક સહિતનો કચરો ગટરોમાં ન નાખવા માટે નગરસેવકોએ વેપારીઓને અપીલ કરી હતી.

ખુલ્લી અને ભૂગર્ભ ગટરોમાં પ્લાસ્ટિક સહિતનો કચરો ન નાખવા અપીલ

ડીસા નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાનિંગ અંતર્ગત મોટાભાગની તમામ ગટરોની સાફ સફાઈ કરવામાં આવી હતી. ચોમાસાના વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થાય તે માટે ગટરોની સાફ સફાઈ દરમિયાન મોટાભાગે પ્લાસ્ટિકનો ઢગલાબંધ કચરો નીકળ્યો હતો. તો કેટલીક જગ્યાએ તો ભૂગર્ભ ગટરમાં પણ આવો કચરો ભરાઈ જતા જામ થઈ ગઈ હતી. નગરપાલિકાએ હાલમાં તો કચરો નીકાળી દીધો છે, પરંતુ ગાંધીચોક વિસ્તારમાં વેપારીઓ વારંવાર આ રીતે ભૂગર્ભ ગટરમાં કચરો નાખતા ગટરો જામ થઈ જાય છે અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે.

 

ત્યારે નગરપાલિકાના નગરસેવક રાજુ ઠાકોર સહિત કર્મચારીઓએ આ વિસ્તારના વેપારીઓ સાથે રોકડિયા હનુમાન ખાતે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં નગરસેવક રાજુ ઠાકોરે વેપારીઓને જણાવ્યું હતું કે, તેમની તમામ સમસ્યાઓના સમાધાન માટે નગરપાલિકા પ્રયાસો કરે છે, પરંતુ સાથે સાથે વેપારીઓ પણ પ્લાસ્ટિક સહિતનો કચરો ખુલ્લી ગટરો અને ભૂગર્ભ ગટરમાં ન નાખે તે માટે વેપારીઓને સમજાવ્યા હતા. જો દરેક વેપારી અને લોકો ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ગાડીમાં જ કચરો આપે તો શહેરમાંથી ગટરજામ થવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે. ચોમાસામાં કોઈપણ જગ્યાએ વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય.

આ પણ વાંચો : રાજ્યભરની ‘આદર્શ નિવાસી શાળાઓ’માં ચાલુ વર્ષે ધોરણ 9 થી 12માં કુલ 9,821વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

Back to top button