ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

એક રિપોર્ટ અનુસાર ભારત અમેરિકાને પાછળ છોડી શકે છે! હરીફાઈમાં માત્ર ચીન રહેશે

  • ભારતીય અર્થવ્યવસ્થા બ્રિટનને પછાડી પાંચમાં સ્થાને પહોંચી છે.

ભારતીય અર્થવ્યવસ્થા જે ઝડપે વધી રહી છે તેને જોતા આવનારા દિવસોમાં ઘણા રેકોર્ડ તૂટવાના છે. હાલમાં ભારતીય અર્થતંત્ર 5માં સ્થાને છે. અત્યારે વિશ્વમાં ભારતની આગળ અમેરિકા, ચીન, જાપાન અને જર્મની છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થામાં જબરદસ્ત તેજી નોંધાઈ છે, જેના કારણે રેન્કિંગમાં સુધારો જોવા મળ્યો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) ના તાજેતરના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ભારતનો GDP વૃદ્ધિ દર 7.2% હતો, જે આ સમયગાળા દરમિયાન વિશ્વમાં સૌથી વધુ છે.

આ પણ વાંચો: સોનિયા અને પ્રિયંકા ગાંધી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, આવકવેરા વિભાગ સાથે જોડાયેલો છે મામલો

ભારતીય અર્થતંત્રમાં 5માં સ્થાને પહોંચ્યું

હાલમાં ભારતે બ્રિટનને છઠ્ઠા સ્થાને ધકેલીને 5માં સ્થાન પર કબજો જમાવ્યો છે. ભારતની જીડીપી 2023માં વધીને $3.75 ટ્રિલિયન થવાનો અંદાજ છે, જે 2014માં $2 ટ્રિલિયન પર હતી.

અમેરીકાને પછાડીને ભારતીય અર્થતંત્ર બીજા નંબરે આવી શકે છે.

આ દરમિયાન એક મોટા સમાચાર મળ્યા છે. દરેક ભારતીય માટે આ ગૌરવપૂર્ણ સમાચાર છે. દુનિયામાં ભારતનો ડંકો વાગવાનો છે. ભારત વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. ગોલ્ડમેન સાક્સે આગાહી કરી છે કે 2075 સુધીમાં ભારત વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. એવો અંદાજ છે કે 2075 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા યુએસ જીડીપીને પાછળ છોડીને $52.5 ટ્રિલિયન સુધી પહોંચી જશે. અનુમાન છે કે આ સમયગાળા દરમિયાન માત્ર ચીનની અર્થવ્યવસ્થા ભારત કરતાં વધુ હશે, જે 57 ટ્રિલિયન ડોલર હોવાનો અંદાજ છે. જ્યારે અમેરિકનની જીડીપી 51.5 ટ્રિલિયન ડોલર હશે.

તમને આગળ જણાવી દઈએ કે, બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાક્સે અપડેટ રિપોર્ટમાં મોટો અંદાજ લગાવ્યો છે. આ નાણાકીય સંસ્થાનું મુખ્યાલય ન્યુયોર્કમાં છે. તેણે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે 2075 સુધીમાં ભારત ઈકોનોમી રેન્કિંગમાં અમેરિકાને પાછળ છોડી દેશે. તે સમયે માત્ર ચીન ખૂબ જ ઓછા માર્જિનથી આગળ હશે.

ગોલ્ડમેન સૅક્સે જણાવ્યું હતું કે ભારતની પ્રતિભા, શ્રમબળ અને સૌથી વધુ કાર્યકારી વયની વસ્તી અર્થતંત્રને આગળ વધવા માટે મજબૂતી આપશે. 1.4 બિલિયનની વસ્તી સાથે, ગોલ્ડમેન સૅક્સની આગાહી મુજબ, ભારત જીડીપી ચાર્ટમાં નાટકીય રીતે આગળ વધી શકે છે.

આ પણ વાંચો: KCRને મળ્યા બાદ ઓવૈસીનું નિવેદન, ‘સમાન નાગરિક સંહિતા માત્ર મુસ્લિમો વિરુદ્ધ નથી’

એવો અંદાજ છે કે 2075 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા યુએસ જીડીપીને પાછળ છોડીને $52.5 ટ્રિલિયન સુધી પહોંચી જશે. અનુમાન છે કે આ સમયગાળા દરમિયાન માત્ર ચીનની અર્થવ્યવસ્થા ભારત કરતાં વધુ હશે, જે 57 ટ્રિલિયન ડોલર હોવાનો અંદાજ છે. જ્યારે અમેરિકનની જીડીપી 51.5 ટ્રિલિયન ડોલર હશે.

ગોલ્ડમૅન સૅશ રિસર્ચના ભારતના અર્થશાસ્ત્રી શાંતનુ સેનગુપ્તાએ જણાવ્યું હતું કે આગામી બે દાયકામાં ભારતનો નિર્ભરતા ગુણોત્તર પ્રાદેશિક અર્થતંત્રોમાં સૌથી નીચો રહેશે. તેમણે કહ્યું કે ભારતની વસ્તીમાં કામકાજની ઉંમરની વસ્તી અને બાળકો અને વૃદ્ધોની સંખ્યા વચ્ચે શ્રેષ્ઠ ગુણોત્તર છે, જે અર્થતંત્રને વેગ આપશે.

આ પણ વાંચો: આ જીવલેણ વરસાદને હળવાશથી ન લો; શું આ માનવીય ભૂલોનું પ્રથમ પરિણામ છે?

Back to top button