ગુજરાતટોપ ન્યૂઝ

સુરત અને રાજકોટ કોર્પોરેશનની 3 અને 29 નગરપાલિકા બેઠકની પેટા ચૂંટણી જાહેર, જાણો આખો કાર્યક્રમ

Text To Speech

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણી અંગે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાજ્યની સુરત અને રાજકોટ મહાનગરપાલિકાની 3 અને 29 નગરપાલિકા બેઠકોમાં પેટા ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેનું જાહેરનામું આજથી અમલી થશે. જેમાં આગામી 6 ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાશે.

ક્યાં કઈ બેઠકો ઉપર મતદાન થશે ?

આ વચ્ચે સુરત મહાનગરપાલિકાની એક બેઠક પર ચૂંટણી યોજાશે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની બે બેઠક માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ 29 નગરપાલિકાની બેઠક માટે ચૂંટણી યોજાશે. જોકે હજી સુધી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી બાકી રહેશે. મહાનગરપાલિકાની પેટાચૂંટણી અંતર્ગત સુરતમાં વોર્ડ નંબર 20માં સામાન્ય બેઠક પર પેટાચૂંટણી યોજાશે. જ્યારે રાજકોટમાં વોર્ડ નંબર 15માં અનુસૂચિત જનજાતિ માટેની બેઠક (મહિલા અનામત) પર અને અન્ય સામાન્ય બેઠક પર પેટાચૂંટણી યોજાશે. આ વચ્ચે નગરપાલિકાની કુલ 29 બેઠકોમાં ભાવનગરની 6 બેઠકો પર, ભરૂચની 6, નર્મદાની 1, બનાસકાંઠા 2, સુરેન્દ્રનગરની 1, અરવલ્લી 1, આણંદ 1, પોરબંદર 1 અને પાટણ 4 મહેસાણા, ખેડા, કચ્છ, ગીર સોમનાથ, પંચમહાલની 1 બેઠક માટે મતદાન થશે.

શું છે આખો ચૂંટણી કાર્યક્રમ ?

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર આજથી આચારસંહિતા લાગુ પડી છે તેમજ આ ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ છે જ્યારે 6 ઓગસ્ટના મતદાન થશે અને 8 ઓગસ્ટના પરિણામ જાહેર કરવામાં આવશે. આ પેટા ચૂંટણી 6 ઓગસ્ટે મતદાન થશે જેના માટે 8 ઓગસ્ટે મતગણતરી થશે.

Back to top button