ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આ જીવલેણ વરસાદને હળવાશથી ન લો; શું આ માનવીય ભૂલોનું પ્રથમ પરિણામ છે?

હમ દેખેગે ન્યૂઝ ડેસ્ક: ઉત્તર પ્રદેશમાં વરસાદ અને આકાશી વિજળી પડવાના કારણે અત્યાર સુધી 34 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઉત્તર ભારતના અનેક ભાગોમાં રવિવારે જીવલેણ વરસાદ અને ભૂસ્ખલનના કારણે અલગ-અલગ ઘટનાઓમાં 50થી વધારે લોકોના મોતના સમાચાર છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 1982 પછી જૂલાઇમાં એક દિવસમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે.

તો રાજસ્થાનમાં પાછલા 50 વર્ષમાં પ્રથમ વખત વરસાદે તારાજી સર્જિ છે. 2013ની ઉત્તરાખંડ આપદા પછી એક પણ વર્ષ એવો રહ્યો નથી જ્યારે ઓછામાં ઓછો એક વખત ધોધમાર વરસાદ ન પડ્યો હોય. દર વર્ષે મોટા પ્રમાણમાં વરસાદથી પુર, વિનાશને લઈને ભારે નુકશાન થઇ રહ્યો છે, તો લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યાં છે.

આ વર્ષે પણ પાછલા બે દિવસોમાં કાશ્મીર, ચેન્નાઇ, બેંગ્લોર, પુણે, મુંબઈ, ગૌરેગાવ, કેરલ, અસમ, બિહાર, રાજસ્થાન અને ગુજરાત જેવા અનેક રાજ્યોમાં ભારે વરસાદના કારણે લોકોના જીવન તિતર-વિતર થઇ ગયા છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે પૂરનો કહેર યથાવત છે.

આ તેવી જ રીતની ઘટનાઓ છે જેની ચેતવણી વૈજ્ઞાનિકો પાછલા અનેક વર્ષોથી આપી રહ્યાં છે. વૈજ્ઞાનિક પાછલા અનેક વર્ષથી તે વાતને લઈને સાવધાન કરતાં રહ્યાં છે કે, આવનારા સમયમાં હવામાનમાં અચાનક પરિવર્તન (અચાનક વાદળા તો અચાનક તડકો)નો સામનો કરવો પડશે. ઉત્તર ભારતમાં થઇ રહેલા ધોધમાર વરસાદ આનું જ પરિણામ છે. 20થી 25 વર્ષોમાં ભલે આ અત્યાર સુધીનું સૌથી ભારે વરસાદ છે પરંતુ સતત અને ધોધમાર વરસાદ પ્રથમ વખત પડી રહ્યો નથી. પાછલા કેટલાક વર્ષોમાં દેશના અનેક રાજ્યોમાં ખતરનાક અને સતત વરસાદનો સામનો કર્યો છે.

અલગ-અલગ રાજ્યો પૂરની માર કરી ચૂક્યા છે સહન

બેંગલુરુમાં દર વર્ષે પૂર આવે છે કારણ કે ભારે વરસાદ સાથે પાણીના પ્રવાહને બહાર કાઢવાની કોઈ વ્યવસ્થા નથી. 2014માં શ્રીનગરમાં ખતરનાક પૂર આવ્યો હતો. તે વર્ષે સપ્ટેમ્બરમાં માત્ર ચાર દિવસોમાં એટલો ખતરનાક વરસાદ પડ્યો હતો કે ઝેલમ નદીમાં પૂર આવી ગયો.

બિયાસ નદીના કિનારે નાગવાઈ ગામમાં ફસાયેલા લોકોને મોડી રાત્રે દોરડાની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા

કેરલમાં દર વર્ષે ખતરનાક વરસાદ પડે છે. 2018 પછી આ વર્ષે મોટા પ્રમાણમાં ખતરો ઉભો થયો છે. ઉત્તરાખંડ આપત્તિ પણ આવી જ રીતનો એક ડરામણો ઉદાહરણ છે. તે પછી પણ દેશ સતત ભારે વરસાદ સામે ઝઝૂમી રહ્યું છે, મહત્વપૂર્ણ બાબત તે છે કે વૈજ્ઞાનિકો ચેતવણી આપી ચૂક્યા છે કે આવનારા વર્ષોમાં ગરમીની સાથે-સાથે વરસાદની ઘટનાઓ પણ વધશે. વિશેષજ્ઞોનું કહેવું છે કે દેશના અનેક હિસ્સાઓમાં ધોધમાર વરસાદની ઘટનાઓની સંખ્યામાં વધારો ડાયરેક જળવાયુ પરિવર્તન (Climate change) સાથે જોડાયેલી છે.

ઉલ્લેખનિય છે કે 10 જૂલાઇએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ભારે વરસાદ થવાની આશંકા છે. જ્યારે 11 જૂલાઇએ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદની આશંકા છે. ગુજરાતમાં પણ હવામાન વિભાગ સતત ભારે વરસાદની આગાહી કરી રહ્યું છે.

બિલાસપુર જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન

ભયાનક વરસાદની માર માત્ર ભારત જ નહીં અન્ય દેશ પણ સહન કરી રહ્યાં છે. પશ્ચિમ જાપાનમાં ધોધમાર વરસાદના કારણે ભૂસ્ખલન થયું. જેમાં એક વ્યક્તિનું મોત થઇ ગયું અને ત્રણ લોકો ગુમ થયા છે. જણાવી દઇએ કે, અધિકારીઓએ ભૂસ્ખલન અને પૂરના ખતરાને જોતા હજારો લોકોને પોતાનું ઘર છોડવાનું કહેવામાં આવ્યું છે. તે ઉપરાંત સ્પેનને પણ વરસાદના કારણે ભયાનક પૂરનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો- મેઘરાજા હજુ પણ રહશે મહેરબાન! રાજયમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી

બીજી તરફ પાકિસ્તાનમાં પણ આગામી 24 કલાકથી 48 કલાકમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, તે પહેલા જ અત્યાર સુધી પાકિસ્તાનમાં પૂરના કારણે 76 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. પ્રશ્ન તે છે કે, અંતે આ વરસાદ અને જળવાયુ પરિવર્તનનું શું ક્નેક્શન છે. શું જળવાયુ પરિવર્તન ઉપરાંત માનવજાત પણ આ વરસાદ માટે જવાબદાર છે.

એપ્રિલમાં ભારત હવામાન વિભાગના વિજ્ઞાન વિભાગે વર્તમાન ચોમાસા માટે બે મહત્વપૂર્ણ પૂર્વાનુમાન લગાવ્યા હતા. એક અલ નીનોની સ્થિતિ- જેમાં સમુદ્રની સપાટીના પાણી અસામાન્ય ગરમ હોવાથી ઓછા વરસાદનું પૂર્વાનુમાન કાઢ્યું હતું.  ભારતીય હવામાન વિભાગના ચોમાસા દરમિયાન અલ-નીનોના વિકસિત થવાની સંભાવના હતી. તે ઉપરાંત હવામાન ખાતાએ કહ્યું હતુ કે, આ તમામ સ્થિતિઓ હોવા છતાં ચોમાસુ સામાન્ય રહેશે, જેમાં દક્ષિણ દ્રીપકલ્પમાં વધારે વરસાદની આશા વ્યક્તિ કરવામાં આવી હતી. જ્યારે ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય અથવા સામાન્યથી ઓછા વરસાદની આશા વ્યક્ત કરાઇ હતી.

ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનને કારણે મંડી અને કુલ્લુ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.

જોકે, જૂનના અંત સુધી ગ્રાઉન્ડ સ્થિતિ આ તમામ પૂર્વાનુમતોથી ખુબ જ અલગ દેખાઇ રહી છે. વરસાદનું ભૌગોલિક વિતરણ પૂર્વાનૂમાનથી વિપરીત છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં જૂનમાં 42% વધારે વરસાદ જોવા મળ્યો, જ્યારે દક્ષિણ વિભાગમાં સામાન્યથી 45% ટકા વરસદા થયો, સાથે જ મધ્ય ભારતમાં 6 ટકાની અછત અને પૂર્વ, ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદમાં 18 ટકાની અછત નોંધાઇ છે.  તો બીજી તરફ હાલમાં ઉત્તર ભારતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

 શું બિપરજોય સાઇક્લોન વરસાદ માટે છે જવાબદાર

જૂનમાં જેવી રીતે ગરમી પડી રહી હતી તેને જોતા લાગી રહ્યું હતું કે, વરસાદ પણ આટલો જ ખતરનાક પડશે. આઈએમડી અનુસાર જૂનમાં ભારે વરસાદ પડવાનો અનુમાન હતો પરંતુ અરબ સાગરમાં ચક્રવાત બિપરજોય બનવાના કારણે લાંબા સમયગાળાના પૂર્વાનુમાનમાં ગડબડ થઇ ગઈ હતી. જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત તેજ થવાના સાથે જ ભેજને પોતાની સાથે લઇ ગયું જે ચોમાસાને મજબૂત બનાવી શકતું હતું. પરિણામે 11 જૂને ચોમાસું આવી શક્યું નહીં. જણાવી દઇએ કે, ચોમાસાની આગમનની સામાન્ય તારીખ 11 જૂન છે.

19 જૂને ચક્રવાત ખત્મ થઇ ગયુ પરંતુ તેના અવશેષ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં રહી ગયા હતા. તેના કારણે બંગાળની ખાડીમાં ચોમાસાની હવાઓ પહોંચી હતી. જેથી દિલ્હીમાં ખુબ જ વરસાદ પડ્યો.

ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનને કારણે મંડી અને કુલ્લુ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.

વૈજ્ઞાનિક આનું કારણ જળવાયુ પરિવર્તનને ગણાવી રહ્યાં છે. ધ સ્કોર્લમાં છપાયેલા સમાચાર અનુસાર પૃથ્વી વૈજ્ઞાનિક અને મેરીલેન્ડ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર રઘુ મુર્તુગુડેએ કહ્યું કે, અરબ સાગર જાન્યુઆરીથી ગરમ થઇ રહ્યું છે અને વર્તમાનમાં થઇ રહેલો વરસાદ અત્યાર સુધીમાં સૌથી લાંબા ગાળા સુધી થનારો વરસાદ બની ગયો છે. જળવાયુ પરિવર્તનના કારણે બિપરજોય જેવી હવામાનની ઘટનાઓ વધી છે. તે ચોમાસાને પ્રભાવિત કરી શકે છે.

આ પણ વાંચો- દિલ્હીમાં પૂરના જોખમ પર અરવિંદ કેજરીવાલે કહ્યું- ‘આ સમય રાજકારણનો નથી’, આ વખતે અણધાર્યો વરસાદ

બે હવાઓના પરસ્પર ટકરાવના કારણે થયો ધોધમાર વરસાદ

ધ સ્કોર્લમાં છપાયેલા સમાચાર અનુસાર ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં ભારતીય ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક પોલિસીના ક્લિનિકલ એસોસિએટ પ્રોફેસર (રિસર્ચ) અને રિસર્ચ ડાયરેક્ટર અંજલ પ્રકાશે કહ્યું, “જળવાયુ પરિવર્તને પારંપરિક ચોમાસું પેટર્નને ખત્મ કરી દીધી છે, જેમાં તાપમાન, હવામાં ભેજ અને હવાની પેટર્નમાં ફેરફાર થયો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલા વરસાદ વચ્ચે આવેલી તબાહીનું કારણ હવાઓ છે. પ્રથમ કારણ ચોમાસું હવાઓ અને બીજું કારણ પશ્ચિમી વિક્ષોભમાં (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)  થયેલું પરિવર્તન છે. “

કેદારનાથમાં વર્ષ 2013માં આવેલી આપત્તિ પાછળ પણ ઉપરોક્ત કારણો જ જવાબદાર છે. એક્સપર્ટે પણ આને લઇને ચેતવણી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સતત ક્લાઇમેન્ટ ચેન્જ થઇ રહ્યું છે અને ધરતી ગરમ થઇ રહી છે. જેથી દુનિયાભરમાં નક્કી સીમાથી વધારે વરસાદ અને પૂરની સ્થિતિ બની શકે છે.

પ્રવાસીઓમાં પ્રખ્યાત મનાલીમાં પણ સ્થિતિ ખરાબ છે. આ તસવીરમાં તમે ભારે વરસાદ વચ્ચે એક હોટલ પાણીમાં વહેતી જોઈ શકો છો

ધ સ્કોર્લના સમાચાર અનુસાર ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેન્ટ ચેન્જ રિપોર્ટના લેખક પ્રકાશે કહ્યું કે, હવાઓના પરિવર્તને પરંપરાગત ચોમાસું પેટર્નને ખત્મ કરી દીધી છે. કેટલાક મહિનાઓમાં ચોમાસાની પેટર્નનું સટીક પૂર્વાનુમાન લગાવવું પડકારજનક બની ગયું છે. તેથી વર્તમાનમાં આવેલી આકાશી આફતો માટે પહેલાથી તૈયાર રહેવું પડશે. આગામી વર્ષોમાં આકાશી આફતો સામે માનવજાતે પોતાની જાતનું રક્ષણ કરવું પડકારજનક બની જશે.

નિષ્ણાતો ઉત્તર ભારતના કેટલાક હિસ્સાઓમાં પાછલા બે દિવસોતી આવેલ વિનાશક  ખતરનાક પૂરને બે હવાઓના પરસ્પર મિલનને (સંગમ) જોડીને દેખી રહ્યાં છે. તેમનું માનવું છે કે ચોમાસું હવાઓ અને પશ્ચિમી વિક્ષોભના (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સંગમથી ફરીથી તેવી પરિસ્થિતિ બની રહી છે જેવી 2013માં ઉત્તરાખંડમાં પૂરના સમયે બની હતી.

મંડીનું પંચવક્ત્ર મંદિરનું દૂરથી લીધેલો ફોટો

જાણકારો અનુસાર હવાઓનું આવી રીતે પરસ્પર મળવાના કારણે ગરમ થઇ રહેલી દુનિયામાં વધારે વરસાદ અને પૂર આવવાની શક્યતાને વધારી દે છે. આ હવાઓના સંગમે ઉત્તર ભારત ખાસ કરીને હિમાચલ પ્રદેશના મનાલીમાં ખતરાના નિશાનથી ઉપર વહેતી નદીઓમાં ભંયકર તબાહી મચાવી છે.

આ પણ વાંચો-નદીઓ બની ગાંડીતુર, રસ્તા બન્યા સમુદ્ર, ઉત્તરાખંડથી બિહાર સુધી મુશળધાર વરસાદની આગાહી

પાછલા બે દિવસથી ઉત્તર ભારતમાં બે રીતની હવામાન સિસ્ટમ સક્રિય 

આઉટલૂકમાં છપાયેલા સમાચાર અનુસાર આઈએમડી પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું, ‘પશ્ચિમી વિક્ષોભના (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) કારણે રાજસ્થાનથી ઉત્તર અરબ સાગર સુધી એક ટ્રફ રેખા બનેલી હતી. જ્યારે ચોમાસાની મજબૂત સ્થિતિના કારણે બંગાળની ખાડીથી હવાઓ પણ ઉત્તર તરફ પહોંચી રહી હતી. આ બંને સિસ્ટમનું સંગમ થયું અને શનિવારે જમ્મુ-કાશ્મીર અને રવિવારે હિમાચલ પ્રદેશના આસપાસના વિસ્તારોમાં આની અસર જોવા મળી. આ ક્ષેત્રોને અરબ સાગર અને બંગાળની ખાડી બંને તરફથી ભેજ મળ્યું, જેના પરિણામ સ્વરૂપ જીવલેણ વરસાદ ખાબક્યો.’

મંડીનું પંચવક્ત્ર મંદિર પાણીમાં ગરકાવ

તેમણે કહ્યું કે, બે હવામાન સિસ્ટમ વચ્ચે આવી રીતનું સંગમ અસામાન્ય નથી. આ સંગમ ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ભારતની પહાડીઓમાં ચરમ હવામાનની ઘટનાઓ સાથે જોડાયેલો છે.

2013ના મધ્ય જૂનમાં એક પશ્ચિમી વિક્ષોભે બંગાળની ખાડી પરથી આવનારા ઓછા દબાણના કારણે ઉત્તર તરફ ભેજને શોષી લીધું. જેનું પરિણામ તે આવ્યું કે ન માત્ર ચોમાસો રેકોર્ડ સમય (16 જૂન સુધી) આખા દેશમાં પહોંચી ગયો પરંતુ કેદારનાથમાં વાદળા ફાટવા જેવી ઘટનાઓ પણ થઈ.

પરસ્પર કેમ મળે છે હવાઓ

બ્રિટનની યૂનિવર્સિટી ઓફ રીડિંગના કીરન એમઆર હન્ટે હાલમાં જ ભારતમાં બે હવાઓના ખતરનાક સંગમને લઈને એક રિસર્ચમાં લખ્યું હતું, તેમના અનુસાર આ હવાઓના સંગમ પાછળ સતત વધી રહેલી ગરમી કારણભૂત છે.  તેમને તે પણ લખ્યું હતું કે, આગામી સમયમાં ગરમીની માર સહન કરી રહેલા દેશોમાં હવાઓનું આ સંગમ જોવા મળી શકે છે. આનાથી અચાનક ધોધમાર વરસાદનો ખતરો પણ ઉભો થશે. કેમ કે, હવાઓ પહાડો સાથે ટકરાય છે અને ખુબ જ ઝડપથી ઉપરની તરફ પ્રયાણ કરે છે જેથી ભારે વરસાદ પડે છે.

મંડીમાં ભારે વરસાદ વચ્ચે વિક્ટોરિયા બ્રિજ નીચે બિયાસ નદીનો રૌદ્ધ સ્વરૂપ

તો શું આને રોકી શકીએ નહીં?

હન્ટે રિસર્ચમાં લખ્યું હતુ કે, તે કહેવું મુશ્કેલ છે કે (આવી રીતના સંગમ) આવૃત્તિ ઉપર જશે કે નીચે, કેમ કે આની કોઈ સ્પષ્ટ પ્રવૃત્તિ નથી. જોકે, આપણે ઘણી હદ્દ સુધી નિશ્ચિત હોઇ શકીએ છીએ કે, જ્યારે આવું સંગમ થાય છે તો અત્યાધિક વરસાદ અને ભયાનક પૂર જરૂર આવે છે.

ભારે વરસાદ માટે માનવી કેટલા અંશે જવાબદાર

વૈજ્ઞાનિકોનું માનવું છે કે માનવ સર્જિત ગ્લોબલ વોર્મિંગ આના માટે જવાબદાર છે. એવું તે માટે કેમ કે જળવાયુ પરિવર્તન જળ ચક્રની બાષ્પીભવન પ્રક્રિયાને સુપરચાર્જ કરી રહ્યું છે. આનાથી વરસાદની પેટર્નમાં ગડબડ થઇ રહી છે.

વૈજ્ઞાનિકો અનુસાર જેવી જ હવાઓ ગરમ થાય છે, પાણીનું બાષ્પીભવન (પાણી વરાળ રૂપે ઉપર જવા લાગે છે) વધારે થાય છે. એટલે માટી, વૃક્ષો, મહાસાગરો અને તમામ જળમાર્ગોથી વધારે પાણી બાષ્પ થાય છે- અતિરિક્ત જળ બાષ્પનો અર્થ છે કે ભારે વરસાદ માટે પાણી તૈયાર થઈ રહ્યું છે.

આ પણ વાંચો-ભારતના પડોશી દેશમાં ભારે વરસાદને પગલે 76 લોકોનાં મોત

Back to top button