ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજ્યમાં ક્યારે ઘટશે વરસાદનું જોર ? જૂઓ હવામાન વિભાગે શું કરી આગાહી

Text To Speech

રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વરસાદનો રેકોર્ડ હવે તૂટી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ભારે વરસાદને કારણે જલબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે મેઘરાજા ઉત્તર ગુજરાતમાં હેત વરસાવી રહ્યા છે. આજે ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમા ભારે વરસાદને કારણે રોડ રસ્તા પર વરસાદી પાણી ફળી વળ્યાં હતાં. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને રાહતના સમાચાર આપવામા આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદનુ જોર ઘટવાની આગાહી કરવામા આવી છે.

આવતી કાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર કેવું રહેશે તેના અંગે આગાહી કરી છે. હવામાન વિભાગે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તેમ જણાવ્યું છે.ગુજરાતમાં વરસાદનું જોર ઘટના લોકોને રાહત મળશે. પરંતુ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં હજી એક દિવસ વરસાદનું જોર રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં હજી થોડાં દિવસ વરસાદનું જોર રહેશે.

આગાહી-humdekhengenews

આગામી 1 દિવસમાં આ વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જેમા અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામા આવી છે.

 આ પણ વાંચો : ટામેટાં તિજોરીમાં મુકવા પડે એવી હાલત ! સુરતમાંથી ટામેટા ચોર ઝડપાયો

Back to top button