ટામેટાં તિજોરીમાં મુકવા પડે એવી હાલત ! સુરતમાંથી ટામેટા ચોર ઝડપાયો
ગુજરાત સહિત અનેક દેશોમાં ટામેટાંના ભાવમાં આસમાને પહોંચ્યા છે. આ વચ્ચે ટામેટાં પર હવે ચોરોની નજર પડી છે. કેટલીક જગ્યાએથી ટામેટાની ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતમાં પણ ગઈ કાલે ટામેટાની ચોરીની ઘટના સામે આવી હતી. આ અંગે પોલીસમાં પરિયાદ પણ નોંધવામા આવી હતી. જેથી પોલીસે cctv ફૂટેજને આધારે તપાસ કરીને ટામેટા ચોરને ઝડપી લીધો છે.
સુરતમાંથી ટામેટા ચોર ઝડપાયો
ચોમાસાની ઋતુ ચાલુ થતાં જ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ખાસ કરીને ટામેટાના ભાવે તો રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વર્ષે ટામેટાના ભાવમાં 400 ટકા કરતાં પણ વધુ વધારો જોવા મળ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં ચોર હવે ટામેટાને નિશાન બનાવી રહ્યાં છે. સુરતમાં છેલ્લા કેટલાક દિવસમાં બટાટા અને ટામેટાંની ચોરી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં ગઈ કાલે 150 કિલો ટામેટા ચોરીની ઘટના સામે આવી હતી. જે અંગે વેપારીએ ફરિયાદ કરતા પોલીસે ટામેટા ચોરને ઝડપી લીધો છે.
પોલીસે cctv ના આધારે ચોરને ઝડપ્યો
ટોમેટા ચોરીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે ચોરસુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી અક્ષર ડાયમંડ શાક માર્કેટમાં આવે છે. અને ત્યાં એક દુકાનમાંથી ટામેટાની ચોરી કરી ફરાર થઈ જાય છે. આ અંગે દુકાનદારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંઘાવી હતી . સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ પર આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પોલીસે આ CCTV ને આધારે તપાસ કરી ટોમેટા ચોરને ઝડપી લીધો હતો.
શાકભાજી મોંઘી થતા ચોરી
કાપોદ્રા વિસ્તારમાં આવેલા અક્ષર ડાયમંડ નજીક આવેલી શાકભાજી માર્કેટમાંથી ટામેટા, રિંગણ અને લસણની ચોરી થયાની ફરિયાદ નોંઘાવવામાં આવી છે. સુરતના કેસુરતમાં ત્રણ દિવસ પહેલા જ મોટા વરાછા વિસ્તારમાંથી 17 કટ્ટા બટાકાની ચોરીની ફરિયાદ ઉતરાણ પોલીસ મથકમાં નોંધાઈ હતી.આમ શાકભાજીના ભાવ વધારા બાદ ચોરીની ઘટનાઓ સતત બની રહી છે. ત્યારે શાકમાર્કેટમાં વેપાર કરતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.
આ પણ વાંચો : સુરતવાસીઓ ચેતજો ! આંખમાં ઇન્ફેક્શનના કેસોમાં આવ્યો મોટો ઉછાળો