ગુજરાતચૂંટણી 2022

કવાયત : ડીસામાં કોંગ્રેસની બુથ કમિટી બેઠક, હવે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ

Text To Speech

પાલનપુર, ડીસા આદર્શ સ્કૂલ પાછળ આવેલ જિલ્લા પંચાયત સર્કિટ હાઉસ ખાતે શનિવારે કોંગ્રેસ બુથ કમિટીની બેઠક યોજાઇ હતી તેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ દરેક પક્ષ પોતાની જીત માટે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને કોઈપણ ચૂંટણી જીતવા માટે કોઈપણ પક્ષને કાર્યકર્તાઓની સૌથી વધુ જરૂરિયાત હોય છે. જેને લઇ હાલમાં દરેક પક્ષ દ્વારા પોતાની જીત માટે વધુમાં વધુ કાર્યકર્તાઓ પક્ષમાં જોડાય તે માટે અત્યારથી જ બેઠકોના દોર શરૂ કર્યા છે. આમ તો વર્ષોથી બનાસકાંઠા જિલ્લો એ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં ફરીથી એકવાર કોંગ્રેસ વધુ સીટ મેળવે તે માટે અત્યારથી જ કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા કોંગ્રેસ પક્ષમાં કાર્યકર્તાઓ જોડવા માટે બેઠકો શરૂ કરી છે. જે અંતર્ગત જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રભારી રિયાખત અલી ખાનની અધ્યક્ષતામાં કોંગ્રેસ બુથ લેવલની બેઠક યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા ડીસા શહેરી વિસ્તારમાં આવેલા 11 વોર્ડમાં વધુમાં વધુ લોકો કોંગ્રેસ પક્ષમાં જોડાય તે માટે ખાસ ચર્ચા વિચારણા કરાઇ હતી. આ બેઠકમાં ડીસા કોંગ્રેસ પ્રભારી રમેશભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ ,નરસિંહભાઇ દેસાઈ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહ,પોપટજી દેલવાડીયા, શૈલેશ વ્યાસ,ભાવિબેન શાહ, જયેશ ભાઈ દેસાઈ ,નવીનભાઈ ભાટી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Back to top button