ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નદીઓ બની ગાંડીતુર, રસ્તા બન્યા સમુદ્ર, ઉત્તરાખંડથી બિહાર સુધી મુશળધાર વરસાદની આગાહી

Text To Speech

દેશભરમાં પડી રહેલા વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. સોમવારે 10 જુલાઈએ રાષ્ટ્રીય રાજધાનીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદમાં 15 ઈમારતો ધરાશાયી થઈ છે. સામાન્ય લોકો સાથે અનેક સાંસદોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ગાઝિયાબાદ, દિલ્હીમાં આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે. ગુરુગ્રામમાં વરસાદને કારણે લોકોની હાલત દયનીય બની છે.

ઉત્તરાખંડની અસરગ્રસ્ત શાળાઓમાં રજા જાહેર કરાઈ

ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેને જોતા પાંચ જિલ્લા દહેરાદૂન, ઉત્તરકાશી, નૈનીતાલ, અલ્મોડા અને ઉધમ સિંહ નગરમાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. ઉત્તરકાશી અને દેહરાદૂનમાં 10 જુલાઈ, 10 અને 11 જુલાઈએ ઉધમ સિંહ નગર, અલ્મોડામાં 10 થી 12 જુલાઈ અને નૈનીતાલમાં 10 થી 13 જુલાઈ સુધી ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

દેશના ક્યા રાજ્યોમાં પડશે વરસાદ?

હવામાન વિભાગે સોમવારે પંજાબ, હરિયાણા-ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 10-12 જુલાઈ સુધી ઉત્તર પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. જોકે, ત્યાર બાદ તેમાં ઘટાડો થવાની ધારણા છે. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં સમગ્ર પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. કર્ણાટક અને કેરળમાં આગામી 5 દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આગામી 5 દિવસમાં આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે આગામી 5 દિવસમાં પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, આસામ અને મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઓડિશામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે ઝારખંડમાં 10-12 જુલાઈ વચ્ચે ભારે વરસાદ થવાની સંભાવના છે. સોમવારથી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને બિહારમાં 11-13 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: દિલ્હી સહિત દેશના વિવિધ રાજ્યોમાં વરસાદે કહેર મચાવ્યો, અમરનાથ યાત્રા ફરી શરુ

Back to top button