ગુજરાતચૂંટણી 2022

25 જૂન કટોકટીનો કાળો દિવસ: આખા દેશને એક “જેલખાનું” બનાવી દેવામાં આવ્યો હતો

Text To Speech

પાલનપુર, બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી દ્વારા “25 જૂન કટોકટીનો કાળો દિવસ” નિમિતે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં પ્રેસ પરિષદ શનિવારે સાંજે જિલ્લા ભાજપા કાર્યાલય પાલનપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

ભાજપાએ દેશના હિતમાં પરિશ્રમશીલ બની હરહંમેશ પોતાની ભૂમિકા ભજવી : ગુમાનસિંહ ચૌહાણ

બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે કોંગ્રેસના રાજમાં 25 જૂનના રોજ આખા ગુજરાતમાં લડાયેલ કટોકટી વિષે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ૧૯૭૫માં કોંગ્રેસ દ્વારા લદાયેલી કટોકટી વિરૂદ્ધ અને લોકશાહી સુરક્ષા અંગેની વિગતો ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તેમજ લોકતંત્રની રક્ષાના સિદ્ધાંતોને લઇને દેશની રાજનિતીમાં કાર્યરત રાજકીય પાર્ટી છે. ભાજપાના કાર્યકરો માટે પાર્ટી કરતા દેશનું હિત હંમેશા મહત્વનું રહ્યું છે. દેશને આતંકવાદથી મુક્ત કરવાનું આંદોલન હોય, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની રહે તે માટેની લડાઇ હોય કે સ્વ. શ્રી ઇન્દિરા ગાંધી દ્વારા તા. ૨૫ જુન, ૧૯૭૫માં લદાયેલી કટોકટી સામે લોકશાહી રક્ષાનું આંદોલન હોય. ભાજપાએ દેશના વ્યાપક હિતમાં પરિશ્રમશીલ બની સમયે સમયે પોતાની ભૂમિકા ભજવી છે અને દેશ હિત માટે કાર્ય કર્યું છે. ૨૫ જુન ૧૯૭૫ એ કલંકિત અને કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

રાતોરાત અધ્યાદેશ કરાયો હતો
તત્કાલિન વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીએ મંત્રીમંડળની પરવાનગી વગર તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદ પાસે રાતોરાત અધ્યાદેશ પર હસ્તાક્ષર કરાવી દેશમાં “કટોકટી” જાહેર કરી હતી. આ કટોકટી અંતર્ગત આખાયે દેશને એક “જેલખાનું” બનાવી દેવામાં આવ્યો હતો. દેશનો કોઇ પ્રજાજન પોતાના વિચારો જાહેરમાં વ્યક્ત કરી શક્તો નહોતો. દેશની ચોથી જાગીર એવા અખબારો પર સેન્સરશીપ લગાવવામાં આવી હતી. સંસદસભ્યો તેમજ સંસદની કાર્યવાહી પર પણ સેન્સરશીપ લગાવી એક સરમુખત્યાર શાસનનો દેશમાં અમલ કરાયો હતો. આ સમયગાળામાં એક તરફ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઇ હતી અને બીજી તરફ અલ્હાબાદ હાઇકોર્ટે સ્વ. ઇન્દિરાજીએ ચૂંટણીને રદ કરી દીધી હતી. આ કારણોથી દેશના લોકતંત્ર સામે ખતરો ઉભી કરનારી “કટોકટી” ને લાદવા ઇન્દિરાજીને પ્રેર્યા હતા. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં કટોકટી સૌથી વિવાદાસ્પદ, બિનલોકશાહીવાળો, દમન અને શોષણનો સમયગાળો હતો. કટોકટી લગાવવા પાછળના મૂળમાં વર્ષ ૧૯૭૧ની લોકસભાની ચૂંટણી હતી. એ ચૂંટણીમાં શ્રીમતી ઈન્દીરા ગાંધીએ પોતાના પ્રતિસ્પર્ધી રાજનારાયણને પરાજીત કર્યા હતા, પરંતુ ચૂંટણી પરિણામ આવ્યા પછીના ચાર વર્ષ બાદ રાજનારાયણે હાઈકોર્ટમાં ચૂંટણી પરિણામોને પડકાર્યા. તા. ૧૨ જૂન, ૧૯૭૫ના દિવસે પ્રયાગ હાઈકોર્ટના ન્યાયાધીશ જગમોહન લાલસિંહાએ ઇન્દિરા ગાંધીની ચૂંટણીને રદબાતલ કરી એમના પર છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દીધો, ઉપરાંત હાઈકોર્ટે ઇન્દિરા ગાંધી સામે હારેલા રાજનારાયણને વિજેતા જાહેર કર્યા. રાજનારાયણે હાઈકોર્ટમાં આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, ઇન્દિરા ગાંધીએ ચૂંટણીમાં સરકારી મશીનરીનો દુરૂપયોગ કર્યો હતો, મર્યાદા કરતા વધુ પૈસા વાપર્યા અને મતદારોને પ્રભાવિત કરવા માટે અયોગ્ય પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. રાજનારાયણના આ આરોપોને ન્યાયાલયે યોગ્ય ઠેરવ્યા છતાં ઈન્દિરા ગાંધીએ ન્યાયાલયના આદેશને માનવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. એમણે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી અને તા. ૨૫ જૂન ૧૯૭૫ની મધ્યરાત્રીએ દેશભરમાં કટોકટી લાદી લોકતંત્રનું ગળું ઘોંટવાનું ષડયંત્ર રચ્યું હતું.

Back to top button