ટ્રેન્ડિંગબિઝનેસ

BAJAJ એલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સને ભારતમાં સૌથી શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ એનાયત

Text To Speech

મહારાષ્ટ્રના પૂણે ખાતે એક એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિવિધ કંપનીઓના એજન્ટો હાજર રહ્યા હતા. મહત્વનું છે કે બજાજ એલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સને ભારતમાં સૌથી શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારતમાં વીમા ઉદ્યોગના ઈતિહાસમાં પ્રથમ વખત GIFI એવોર્ડ્સ” ની રચના કરવામાં આવી છે.

healt insyorence-hdnews

મહત્વનું છે કે સમગ્ર ભારતમાંથી 2000 જેટલી કંપનીઝના નોમિનેશન થયુ હતું. તેમાંથી બજાજ એલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે બેસ્ટ હેલ્થ ઈન્સ્યોરન્સ એડવાઈઝર ઓફ ઈન્ડિયાનો આ એવોર્ડ બજાજના મયંક ચંદેર કોઠારીને એનાયત કરવામાં આવ્યો હતો.

આ એવોર્ડ શ્રેષ્ઠ ઉદ્યોગ અગ્રણીઓ “સંજીવ બજાજ” ચેરમેન, બજાજ ફિનસર્વ અને તપન સિંઘેલ, MD અને CEO, બજાજ આલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સને મળેલ સન્માન મેળવવા માટે સ્ટેજ પર આવ્યા હતા.

તેમણે જણાવ્યુ હતુ કે “એજન્ટો આ ઉદ્યોગની કરોડરજ્જુ છે” તપન સિંઘેલ, MD અને CEO બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સનો આમાં વિશ્વાસ કરવા બદલ આભાર અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન.

આ એવોર્ડને લઈને એવોર્ડ વિજેતા બજાજ કંપનીએ જણાવ્યુ હતું કે આ અમારી ટીમની સખત મહેનત, અમારા 8,000 ગ્રાહકોના વિશ્વાસ અને સુસંગતતાનો આ પુરસ્કાર છે, કારણ કે આ જર્નીમાં તમામની ભાગીદારી રહી છે.

આ પણ વાંચો: બોસ હોય તો આવો! કંપનીની 25મી વર્ષગાંઠ પર કર્યુ 30 કરોડનું ઈનામ વિતરણ, કર્મચારીઓની પત્ની અને બાળકોને પણ આપ્યા ગિફ્ટ!

Back to top button