ઉત્તર ગુજરાતગુજરાત

બેંકમાં નોકરી મેળવવા માગો છો? આ કો-ઓપરેટિવ બેન્કમાં પડી છે ભરતી, જાણો વધુ વિગત

Text To Speech
  • ઉત્તર ગુજરાતની અગ્રણી શિડ્યુલ્ડ બેંક દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ.
  • બેંક દ્વારા 50 ટ્રેઈની ક્લાર્કની ભરતી માટે નોટીફીકેશન જાહેર.
  • 21 જુલાઈ સુધી ઓનલાઈન કરી શકાશે અરજી.

બેંકમાં નોકરી માટેની તૈયારી કરી રહેલ યુવાનો માટે મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક દ્વારા 50 ટ્રેઈની ક્લાર્કની ભરતી માટે ઓનલાઈન નોટિફીકેશન જાહેર કરવામાં આવ્યું છે.

અરજી કેવી રીતે કરશો અને છેલ્લી તારીખ કઈ?

મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક દ્વારા ક્લેરિકલ ટ્રેનીની 50 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે. ભરતીની જાહેરાતની તમામ વિગતો http:www.mucbank.com/ પરથી 21 જુલાઈ સુધીમાં અરજી કરી શકાશે. ત્યારે આ ભરતી માટે અરજી ફી રૂા. 100 છે.

બેંકમાં નોકરી મેળવવા માટે શું જોઈશે લાયકાત?

એમકોમ, એમએસસી, એમસીએ કે એમબીએ કરનારા 21 થી 35 વર્ષનાં ઉમેદવારો અરજી કરી શકશે. ત્યારે ટ્રેઈની ક્લાર્કની ભરતી માટે પસંદગી થનાર ઉમેદવારોને એક વર્ષ દર મહિને રૂા.19000, બીજા વર્ષે રૂા.20 હજાર અને ત્યારે બાદ ક્લેરીકલ સ્કેલ મુજબ રૂા. 27,800 સુધી પગાર મળશે.

આ પણ વાંચો: અમદાવાદની સરકારી હોસ્પિટલમાં જિનેટીક રોગોનું નિદાન-ઉપચાર શરૂ, જાણો કેવી રીતે મળશે સુવિધા

શું રહેશે સમ્રગ પસંદગી પ્રક્રિયા?

મહેસાણા અર્બન બેંકમાં ટ્રેઈની ક્લેરિકલ સ્ટાફની જગ્યા માટે બેંક દ્વારા ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. ત્યારે બેંક દ્વારા પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ તો સૌ પ્રથમ આઈબીપીએસ મુંબઈ દ્વારા લેખિત પરીક્ષા લેવામાં આવશે. જે બાદ લેખિત પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોને ઈન્ટરવ્યું માટે બોલાવવામાં આવશે. જે બાદ પર્સનલ ઈન્ટરવ્યું વખતે પોસ્ટ ગ્રેજ્યુએટ પાસ હોય તે જ ઉમેદવારને લાયક ગણવામાં આવશે.

આ પણ વાંચો: રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી, જાણો ક્યા ખાબકશે ભારે મેઘ

Back to top button