ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદની સરકારી હોસ્પિટલમાં જિનેટીક રોગોનું નિદાન-ઉપચાર શરૂ, જાણો કેવી રીતે મળશે સુવિધા

  • જિનેટીક રોગોનુ ઝડપી નિદાન થાય તો તેને કુટુંબમાં પ્રસરતા અટકાવી શકાય
  • સિવિલમાં સપ્તાહમાં બે દિવસ માટે જિનેટિક OPDનો આરંભ
  • દર સપ્તાહના મંગળવાર અને શુક્રવારે આયોજન કરવામાં આવ્યું

અમદાવાદની સરકારી હોસ્પિટલમાં જિનેટીક રોગોનું નિદાન-ઉપચાર શરૂ કરવામાં આવ્યું છે. સિવિલમાં સપ્તાહમાં બે દિવસ માટે જિનેટિક OPDનો આરંભ કરવામાં આવ્યો છે. દર સપ્તાહના મંગળવાર અને શુક્રવારે આયોજન કરવામાં આવ્યું છે. ડાઉન સિન્ડ્રોમ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, ન્યુરલ ટયુબ ડિફેક્ટ જેવા રોગોમાં સારવાર કરવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં સૌ પ્રથમ વખત આ પ્રકારનો પ્રયોગ શરૂ થયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કાશ્મીરી યુવકોના RTOમાં લાઇસન્સ બનાવનારો એજન્ટ પકડાતા થયા ચોંકાવનારા ખુલાસા 

સફળતાને આધારે રાજ્યમાં તેનો વ્યાપ વધારવામાં આવશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જિનેટીક રોગોના નિદાન-ઉપચાર માટે મંગળવાર અને શુક્રવાર એમ સપ્તાહમાં બે દિવસ માટે ઓપીડી શરૂ કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલોમાં સૌ પ્રથમ વખત આ પ્રકારનો પ્રયોગ શરૂ થયો છે. જેની સફળતાને આધારે રાજ્યમાં તેનો વ્યાપ વધારવામાં આવશે. ડાઉન સિન્ડ્રોમ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, ન્યુરલ ટયુબ ડિફેક્ટ, બ્રેસ્ટ કેન્સર, સર્વાઈકલ કેન્સર, લ્યુકેમિયા જેવા વિવિધ પ્રકારના કેન્સરથી પિડાતા દર્દીઓમાં જિનેટીક ડિસઓર્ડર હોવાની શક્યતા વધુ છે.

આ પણ વાંચો: ગુજરાત: GST રજિસ્ટ્રેશન પર થતુ મનીલોન્ડરિંગ અટકાવવા માટે સરકારે લીધા આકરા પગલા 

જિનેટીક રોગોનુ ઝડપી નિદાન થાય તો તેને કુટુંબમાં પ્રસરતા અટકાવી શકાય

જિનેટીક રોગોનુ ઝડપી નિદાન થાય તો તેને કુટુંબમાં પ્રસરતા અટકાવી શકાય છે. સગર્ભાવસ્થાના પ્રાથમિક તબક્કે આવા રોગોનું નિદાન થાય તો પણ નવજાત બાળકોને જિનેટીક રોગમાં સમય રહેતા તત્કાળ સારી સારવાર આપી શકાય છે. આથી, આરોગ્ય વિભાગે સપ્તાહના બે દિવસ સવારે 9થી બપોરના 12 કલાક સુધી સિવિલ સંકુલમાં 1200 બેડની હોસ્પિટલમાં આ પ્રકારની ખાસ ઓપીડી શરૂ કરાવી છે. ઓપીડી દરમિયાન નામાંકીત તબીબો પણ ઉપલબ્ધ રહેશે. ઉલ્લેખનિય છે કે, દેશમાં જિનેટીક ડિસઓર્ડર ક્ષેત્ર સાથે સંકળાયેલી 35થી વધુ સંસ્થાઓ દ્વારા થયેલા સર્વેક્ષણ મુજબ 1000 બાળકોમાંથી 64.4 બાળકો જન્મજાત નાની- મોટી ખોડખાંપણ સાથે જન્મે છે. આથી, આ પ્રકારના આનુવાંસિક રોગોનું ઝડપી નિદાન અને સારી સારવાર અનિવાર્ય છે.

Back to top button