અગ્નિવીર તાલીમવર્ગ: આણંદ જિલ્લાના યુવાનો માટે અગ્નિવીર ભરતીમાં જોડાવાની તક, જાણો ક્યારે શરુ થાય છે પસંદગી પ્રક્રિયા
- આણંદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લાના ઉમેદવારો માટે રહેવા જમવા સાથેની સુવિધા સાથે ૩૦ દિવસીય નિ:શુલ્ક નિવાસી તાલીમનું આયોજન.
- આગામી તા. ૧૩ મી જૂલાઈના રોજ વિદ્યાનગર ખાતે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા થશે શરુ.
આણંદ: સંરક્ષણ ક્ષેત્રે આર્મી, નેવી, એરફોર્સ, પેરામીલીટરી ફોર્સ તેમજ પોલીસમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા આણંદ જીલ્લાના ઉમેદવારોને જીલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા દર વર્ષે રહેવા, જમવા અને સ્ટાઇપેન્ડ સાથેની ૩૦ દિવસીય નિ:શુલ્ક નિવાસી તાલીમ આપવામા આવે છે. આ વર્ષની તાલીમ ટુંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. જે માટેની પ્રી-સ્કુટીની(પસંદગી પ્રક્રિયા) આગામી તા.૧૩/૦૭/૨૦૨૩ ના સવારે ૭.૦૦ કલાકે શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર ખાતે રાખવામાં આવી છે. આ તાલીમ વર્ગમાં હિંમતનગર ખાતે તા. ૨૯/૦૭/૦૩ થી યોજાનાર અગ્નીવીરની ફીઝીકલ અને મેડીકલ પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ તાલીમમાં પસંદગી પામવા માટે શું જોઈશે લાયકાત?
આ નિ:શુલ્ક તાલીમમાં જોડાવા માટે અરજી કરેલ તેમજ અરજી કરવાની બાકી હોય તેવા તથા 168 સે.મી.થી વધારે ઉંચાઈ (એસ.ટી. ઉમેદવાર માટે ૧૬૨ સે.મી.), ૫૦ કી.ગ્રા. વજન, ૭૭ થી ૮૨ સે.મી. છાતી અને ૧૭.૨ થી ૨૧ વર્ષની ઉમર ધરાવતા, ધોરણ ૧૦ પાસ, અપરણિત પુરૂષ ઉમેદવારોને તાલીમ માટે પસંદ કરવામાં આવે છે. તાજેતરમાં લેવાયલ અગ્નીવીર લેખીત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોને સદર તાલીમ વર્ગમાં પ્રવેશ માટે અગ્રીમતા આપવામાં આવે છે.
આ પણ વાંચો: આસમાની આફતનો કહેર ! ખરાબ હવામાનને કારણે એક જ દિવસમા 20 લોકોના મોત
રોજગારી મેળામાં જતાં શું સાથે લઈને જવું?
જે ઉમેદવારો અગ્નિવીરમાં રસ ધરાવતા હોય એટલે કે ઇચ્છુક ઉમેદવારોએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ધોરણ-૧૦ની માર્કશીટ, પાસપોર્ટ સાઈઝ ફોટા અને આધાર કાર્ડની નકલ સાથે રૂબરૂ હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારીએ સુચન કર્યું છે.
વધુ માહિતી માટે અહીં રુબરુ મળો અથવા આ નંબર પર ફોન કરી શકો છો:
આણંદ બોરસદ ચોકડી પાસેના જિલ્લા સેવા સદનના ભોંયતળીયે રૂમ નં. ૨૫-૨૬માં આવેલ જીલ્લા રોજગાર કચેરી ખાતે રૂબરૂ આવીને માર્ગદર્શન મેળવો, તેમજ જો દુર રહેતા હોયતો અહીં આપેલ નંબર પરથી માહિતી મેળવો: હેલ્પલાઈન નંબર: ૬૩૫૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક કરવો.
આ પણ વાંચો: કમરની સાઇઝ ફટાફટ ઘટાડવા ઇચ્છો છો, તો કરો ફક્ત એક કામ