ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલવિશેષ

વરસાદમાં અથાણામાં ફુગ વળી જાય છે? ફ્રેશ રાખવા માટે કરો આ ઉપાય

  • ભોજનના સ્વાદને બમણો કરવા અથાણાં હોય છે જરૂરી
  • અથાણાં બનાવતી વખતે રાખવી પડે છે થોડી કાળજી
  • અથાણાં સ્ટોર કરવાની પણ હોય છે અલગ રીત

ભોજન ગમે તેટલુ સ્વાદિષ્ટ હોય, પરંતુ સાથે અથાણાંનો સ્વાદ ન હોય તો મજા જ ન આવે. જો અથાણાંનો તડકો લાગી જાય તો મજા પડી જાય. પહેલાના સમયમાં ગૃહિણીઓ કેટલાય શાકભાજી અને ફળનુ અથાણું બનાવતી હતી, જોકે હવે તે થોડુ ઓછુ થયુ છે, જોકે તે અથાણાં ખાવામાં સ્વાદિષ્ટ લાગતા હતા.

કેટલાક લોકો આજે પણ ઘરે અથાણા બનાવે છે. જોકે અથાણા બનાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવી પડે છે. નહીં તો વરસાદની સીઝનમાં ભેજના કારણે મહેનત પર પાણી ફરી જાય છે. કેમકે ભેજના કારણે વસ્તુમાં ફુગ લાગી જાય છે. જે વર્ષભરના અથાણાને ખરાબ કરી દે છે. દુકાનમાંથી ખરીદેલા અથાણામાં પણ ક્યારેક આવુ બની શકે છે. જો તમે તેને સારી રીતે સ્ટોર નહીં કર્યા હોય તો તે લાંબો સમય ફ્રેશ નહીં રહી શકે. જાણો કેવી રીતે અથાણાને લાંબા સમય સુધી તાજુ રાખશો.

વરસાદમાં અથાણાના ડબ્બામાં ફુગ વળી જાય છે? ફ્રેશ રાખવા માટે કરો આ ઉપાય hum dekhenge news

યોગ્ય રીતે કરો સ્ટોર

અથાણાને સ્ટોર કરવા માટે કન્ટેનર કે ડબ્બો એરટાઇટ હોય તે જરૂરી છે. નહીં તો તેમાં ફુગ લાગી શકે છે. અથાણાને જે ડબ્બા કે બરણીમાં સ્ટોર કરી રહ્યા હો તેને પહેલા તડકામાં તપવી દેવી, જેથી ભેજ ન રહે. જો તમારી પાસે વધુ અથાણુ હોય તો નાના નાના કન્ટેનર યુઝ કરો તેથી અથાણુ ખરાબ નહીં થાય.

વરસાદમાં અથાણાના ડબ્બામાં ફુગ વળી જાય છે? ફ્રેશ રાખવા માટે કરો આ ઉપાય hum dekhenge news

અથાણામાં મિક્સ કરો એકસ્ટ્રા સોલ્ટ અને ઓઇલ

વરસાદની સીઝનમાં એવા અથાણા જલ્દી ખરાબ થઇ જાય છે, જેમાં તેલ, મીઠુ અને બાકી મસાલા યોગ્ય માત્રામાં નથી હોતા. જો અથાણા સંપુર્ણ રીતે તેલમાં નહીં ડુબ્યા હોય તો તે ખરાબ થશે. અથાણામાં સોલ્ટ અને તેલ અલગથી મિક્સ કરો.

અથાણા કાઢતી વખતે રાખો આ વાતનું ધ્યાન

અથાણુ કન્ટેનરમાંથી કાઢતી વખતે હંમેશા સુકી અને સ્વચ્છ ચમચીનો ઉપયોગ કરવો જોઇએ. ધ્યાન રાખો કે એક બુંદ પાણી તમારા બધા જ અથાણાને બરબાદ કરી શકે છે.

વરસાદમાં અથાણાના ડબ્બામાં ફુગ વળી જાય છે? ફ્રેશ રાખવા માટે કરો આ ઉપાય hum dekhenge news

અથાણામાં ફંગસ લાગે તો શું કરશો?

જો અથાણામાંથી અજીબ સ્મેલ આવી રહી હોય અથવા તેમાં ફંગસ લાગવાનું શરૂ થઇ રહ્યુ હોય તો સૌથી પહેલા ચેક કરો કે તે કેટલુ ખરાબ થયુ છે. જો આખા ડબ્બામાં ફુગ ન હોય તો પ્રભાવિત ભાગને કાઢી લો. તેમાં વ્હાઇટ વિનેગર મિક્સ કરી દો અને બે અઠવાડિયા સુધી રોજ તડકામાં રાખો. એવુ માનવામાં આવે છે કે વિનેગરની ખુશ્બુથી અથાણામાં ફુગ થતી નથી. તેનો ટેસ્ટ પણ સારો રહે છે.

આ પણ વાંચોઃ મકાનના વાસ્તુ દોષથી પરેશાન છો? તોડફોડ વગર દુર કરો અશુભ પ્રભાવ

Back to top button