ટ્રેન્ડિંગધર્મ

મકાનના વાસ્તુ દોષથી પરેશાન છો? તોડફોડ વગર દુર કરો અશુભ પ્રભાવ

Text To Speech
  • વાસ્તુ યોગ્ય નહિ હોય તો ખરાબ સ્વાસ્થ્યથી લઇને કરિયરમાં પણ પરેશાની આવશે
  • ધનની હાનિ અને વેપારમાં નિષ્ફળતા જેવી પરેશાનીઓ પણ આવી શકે છે
  • ઘરનું વાસ્તુ યોગ્ય હોવુ અત્યંત જરૂરી છે, ન હોય તો અજમાવો કેટલાક ઉપાય

કેટલા લોકોને ઘણી બધી મહેનત કર્યા બાદ પણ સફળતા મળતી નથી. આ ઉપરાંત ક્યારેક એવુ પણ લાગે છે કે ગૃહ કલેશ અને ઘરમાં તુ તુ મેં મેંની સ્થિતિ રહ્યા કરે છે. તેનું ખુબ મોટુ કારણ તમારા ઘરનું વાસ્તુ હોય છે. જો તમારા ઘરમાં વાસ્તુ યોગ્ય નથી તો તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે. ખરાબ સ્વાસ્થ્ય, કરિયરમાં પરેશાની, ધનની હાનિ અને વેપારમાં અસફળતા જેવી પરેશાનીઓ તમારો પીછો છોડતી નથી. આવી સ્થિતિ સામે લડવા માટે વાસ્તુમાં કેટલાક ઉપાયો જણાવ્યા છે.

ઘરના ઇશાન ખુણામાં રાખો આ વસ્તુ

વાસ્તુ અનુસાર ઘરના ઉત્તર પુર્વ કોણ એટલે કે ઇશાન ખુણાને એક્ટિવ કરવો જરૂરી છે. આ દિશામાં તમે ઉડતા પક્ષીઓની તસવીર, નદીઓ કે ઉગતા સુરજની તસવીર લગાવી શકો છો. આમ કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે અને નેગેટિવ એનર્જી ઘટે છે.

મકાનના વાસ્તુ દોષથી પરેશાન છો? તોડફોડ વગર દુર કરો અશુભ પ્રભાવ hum dekhenge news

કિચનમાંથી વાસ્તુ દોષ હટાવવા કરો આ ઉપાય

જો તમારુ રસોડુ વાસ્તુ અનુસાર ખોટી જગ્યાએ છે તો તમે અગ્નિ ખુણામાં લાલ બલ્બ લગાવી શકો છો. તેને સવાર સાંજ પ્રગટાવો. આમ કરવાથી કીચનનો વાસ્તુદોષ દુર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.

ઘરની પશ્વિમ દિશામાં કરો આ કામ

જો તમારા ઘરની પશ્વિમ દિશામાં કોઇ વાસ્તુ દોષ હોય તો તમે આ દિશામાં શનિયંત્રની સ્થાપના કરી શકો છો. આમ કર્યા બાદ તમે કોઇ પણ શુભ કાર્ય કરી શકો છો. શનિયંત્રની સ્થાપનાથી ઘરનો પશ્વિમ ખુણો વાસ્તુદોષ મુક્ત થાય છે.

મકાનના વાસ્તુ દોષથી પરેશાન છો? તોડફોડ વગર દુર કરો અશુભ પ્રભાવ hum dekhenge news

આ દિશામાં લગાવો ગણેશજીની મૂર્તિ

જો ઘરના અગ્નિ કોણમાં વાસ્તુ દોષ હોય તો આ દિશામાં તમે ગણેશજીની મૂર્તિ કે તસવીર લગાવી શકો છો. ગણેશજી તમારી પર કૃપા વરસાવશે અને વિધ્નહર્તા તમામ પરેશાનીઓને હરી લેશે. આ ઉપરાંત તમે આ દિશામાં મની પ્લાન્ટ પણ લગાવી શકો છો. આમ કરવાથી ઘરમાં ધન-સમૃદ્ધિની કમી નહીં થાય અને જલ્દી સફળતા મળશે.

આ પણ વાંચોઃ થાળીમાંથી સલાડ ગાયબ: મેકડોનાલ્ડે પણ બર્ગરમાં ટામેટા બંધ કર્યા

Back to top button