IND vs PAK Match : ભારત vs પાકિસ્તાન ODI WC 2023 ની ટક્કર માટે ટિકિટની તમામ વિગતો તપાસો
World Cup 2023 : ભારતમાં આગામી 5 ઓકટોબરથી શરૂ થનાર વનડે વર્લ્ડ કપના શેડ્યુલની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. સૌને આતુરતા હતી તે મેચ ભારત અને પાકિસ્તાન 15 ઓકટોબરના રોજ અમદાવાદમાં રમાશે. ઉલ્લેખનીય છે કે તે જ દિવસે નવરાત્રીનો પ્રથમ દિવસ છે. ગુજરાતભરમાં પ્રાચીન તથા અર્વાચીન રાસોત્સવના આયોજન થતાં હોય છે. અમદાવાદમાં આશરે 1.30 લાખ લોકો રૂબરૂ ગ્રાઉન્ડ પર મેચ નિહાળશે તો રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, પાર્ટી પ્લોટ સહિત અનેક જગ્યાએ મેચનું પ્રસારણ થશે. ત્યારે આયોજકોને રાસોત્સવમાં પાંખી હાજરી મળે તો નવાઈ નહિ. રવિવારના દિવસે જ નવરાત્રી શરૂ થાય છે અને ભારત પાક. મેચ પણ રમાશે.
આ વર્લ્ડ કપમાં 10 ટીમો સાથે કુલ 48 મેચો રમાશે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે Narendra Modi Stadium માં રમાશે. આ વર્લ્ડ કપની ફાઈનલ મેચ 19 નવેમ્બરે યોજાશે.
જોકે હજી સુધી મેચોની Tickets અંગે કંઈ સ્પષ્ટ થયું નથી.
આ વર્લ્ડ કપ 2023એ ટોટલ 48 મેચ રમાશે.તે Thu, 5 Oct, 2023 – Sun, 19 Nov, 2023 સુધી રમાશે. જોકે હજી સુધી મેચોની Tickets અંગે કંઈ સ્પષ્ટ થયું નથી.
ટુંક સમયમાં આવી જશે ટીકીટ…?
વર્લ્ડ કપ 2023માં ટીકીટ અંગે ‘ઈકોનોમિક ટાઈમ્સ’ના અહેવાલ મુજબ, વર્લ્ડ કપની Tickets ટૂંક સમયમાં આવી જશે. મોટાભાગની Tickets ઓનલાઈન જ આવશે. ટિકિટ ICCની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. આ સિવાય Bookmyshow, Paytm અને Paytm Insidersપર પણ ટિકિટ ઉપલબ્ધ થશે.
શું હશે ટીકીટની કીમત..?
આ અહેવાલ ટિકિટની કિંમત પ્રતિ ટિકિટ 500 થી 10,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. ટિકિટની કિંમત સ્થળ પ્રમાણે નક્કી કરી શકાય છે.
આ 10 જગ્યાએ રમાશે મેચ
1.Narendra Modi Stadium
2.Rajiv Gandhi International Stadium
3.Himachal Pradesh Cricket Association Stadium
4.Arun Jaitley Stadium
5.MA Chidambaram Stadium
6.Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium
7.Maharashtra Cricket Association Stadium
8.M.Chinnaswamy Stadium
9.Wankhede Stadium
10.Eden Gardens
ભારત અને પાકિસ્તાન મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીમમાં રમાશે
આ વર્લ્ડ કપ મેચમાં સૌથી રોમાંચક મુકાબલો ભારત અને પાકિસ્તાનનો બની રહશે.જે મેચ 15 ઓક્ટોમ્બરએ નરેન્દ્ર મોદી સ્ટેડીમમાં રમાશે.આ વર્લ્ડ કપમાં પ્રથમ મેચ 8 ઓક્ટોબરે રમશે. જેમાં ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ પછી 11મીએ ટીમ ઈન્ડિયાનો દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે મુકાબલો થશે.
આ વર્લ્ડ કપ2023માં ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ
ભારત – ઓસ્ટ્રેલિયા, 8 ઓક્ટોબર, ચેન્નાઈ.
ભારત – અફઘાનિસ્તાન, 11 ઓક્ટોબર, દિલ્હી.
ભારત – પાકિસ્તાન, 15 ઓક્ટોબર, અમદાવાદ.
ભારત – બાંગ્લાદેશ, 19 ઓક્ટોબર, પુણે.
ભારત – ન્યુઝીલેન્ડ, 22 ઓક્ટોબર, ધર્મશાલા.
ભારત – ઈંગ્લેન્ડ, 29 ઓક્ટોબર, લખનૌ.
ભારત – શ્રીલંકા, 2 નવેમ્બર, મુંબઈ.
ભારત – દક્ષિણ આફ્રિકા, 5 નવેમ્બર, કોલકાતા.
ભારત – નેધરલેન્ડ, 11 નવેમ્બર, બેંગલુરુ
આ પણ વાંચો : Happy Birthday Sourav Ganguly : ભારતીય કેપ્ટનની સફળ કારકિર્દીથી લઈને……