કમરની સાઇઝ ફટાફટ ઘટાડવા ઇચ્છો છો, તો કરો ફક્ત એક કામ
- વજન ઘટાડવાના ચક્કરમાં લોકો જમવાનું પણ બંધ કરી દેતા હોય છે
- કેટલાય ટ્રાય કરવા છતાં વજન ઘટાડવુ મોટી સમસ્યા હોય છે
- જમ્યા બાદ ઠંડુ પાણી પીવુ તમારુ વજન કદી નહીં ઘટવા દે
આજકાલ આસપાસમાં જ્યાં નજર કરો ત્યાં એવા કોઇક લોકો તો મળી જ જશે જે વધુ પડતા વજનથી પરેશાન હશે. વજનથી છુટકારો મેળવવા માટે લોકો નવી નવી વસ્તુઓ ટ્રાય કરતા રહે છે. તમને આસપાસમાં એવા લોકો પણ મળી રહેશે જેઓ વજન ઘટાડવાના ચક્કરમાં જમવાનું છોડી દેતા હશે. કેટલાક લોકો ડાયટમાં ખૂબ જ ધ્યાન રાખે છે. આપણે એવા ઘણા ટ્રાય કરવા છતાં વજન કેમ ઘટાડી શકતા નથી તેની પાછળ ઘણીવખત કોમન મિસ્ટેક પણ જવાબદાર હોય છે. જેમકે જમ્યા બાદ ઠંડુ પાણી પીવુ.
જો તમે જમ્યા બાદ ઠંડા પાણીના બદલે ગરમ પાણી પીશો તો તમારુ વજન ઝડપથી ઘટવાનું શરૂ થઇ જશે. જાણો ગરમ પાણી પીવાથી વજન કેવી રીતે ઘટવાનું શરૂ થાય છે.
આયુર્વેદમાં કેમ ઠંડુ પાણી ન પીવાનું કહેવાય છે?
ફ્રીજમાંથી નીકળેલુ ઠંડુ પાણી પાચન અગ્નિને મંદ કરે છે. તેના લીધે જમવાનું પચાવવામાં સમસ્યા થાય છે. મેટાબોલિઝમ ધીમુ પડવા લાગે છે. તેથી જો તમે વજન ઘટાડવા માટે મહેનત કરી રહ્યા હો તો તમારા કામમાં રુકાવટ આવી શકે છે.
ગરમ પાણી મેટાબોલિઝમ તેજ બનાવે છે
ગરમ પાણી તમારા શરીરના મેટાબોલિઝમને બુસ્ટ કરે છે, તેથી કેટલાક લોકો સવાર સાંજ ગરમ પાણી પીવાની સલાહ આપે છે. જ્યારે આપણે ગરમ પાણી પીએ છીએ ત્યારે આપણી પાચક અગ્નિ તેજ થઇ જાય છે. સાથે સાથે મેટાબોલિઝમ પણ એક્ટિવ કરે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે
શરીરમાં જમા ફેટ ઘટાડે છે
ગરમ પાણી શરીરની ફેટને ઝીણા ઝીણા ટુકડામાં તોડી દે છે, જેના કારણે પાચન તંત્ર માટે તેને બર્ન કરવુ વધુ સરળ બની જાય છે. આ ઉપરાંત જો તમે ભોજન પહેલા ગરમ પાણી પીવો તો કેલરીના ઇન્ટેકને કન્ટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.
લીંબુ પાણી અને ગરમ પાણી ચરબી ઘટાડે છે
ગરમ પાણીનો પ્રભાવ ઘટાડવા ઇચ્છતા હો તો તેમાં થોડુ લીંબુ અને મધ મિક્સ કરો. તે તમારા મેટાબોલિઝમને તેજ કરે છે, જેના પરિણામ સ્વરૂપે ઝડપથી વજવ ઘટે છે. જો તમે જંકફુડ ખાતા હો તો તમારે ગરમ પાણી જરૂર પીવુ જોઇએ. તે શરીરને અંદરથી સાફ કરે છે અને બોડીને ડિટોક્સ કરે છે.
આ પણ વાંચોઃ RTI શું છે અને તે કેવી રીતે ફાઇલ કરવામાં આવે છે? જાણો શું છે નિયમ