ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા 4 શ્રમિકો દટાયા, 1 મોતને ભેટ્યો

Text To Speech

વડોદરામાં વરસાદને પગલે મોટી દુર્ઘટના સામે આવી છે.વરસાદના કારણે અચાનક માટી ધસી જતાં કંસટ્રક્શન સાઈટ પર કામ કરતાં 4 મજૂરો દટાયા હોવાની વિગતો સામે આવી છે. જેમાંથી એકનું મોત થયું છે. જ્યારે અન્ય 3 મજૂરોની પણ હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

કંસ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ઘસી પડતા શ્રમિકો દટાતા

પ્રાપ્ત વિગતો મુજબ વડોદરાના ચકલી સર્કલથી નટુભાઇ સર્કલ તરફ જવાના રસ્તે નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટ પર કેટલાક શ્રમિકો આશરે 30 ફૂટ નીચે ખોદેલા પાયામાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અહી આજે સવારે માટીની ભેખડ ઘસી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ચાર મજૂરો દટાયા હતા. જેમાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ શ્રમિકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે શ્રમિક પરિવારમાંમ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને શ્રમજીવી પરિવારે મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી છે.

વડોદરા દુર્ઘટના-humdekhengenews

દૂર્ઘટનામાં એકનું મોત

આ ઘટનામાં દટાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. અને દોરડા વટે નીચે ઉતરીને શ્રમિકોનું રેસ્ક્યું કરાયું હતું. આમ ફાયર વિભાગની ટીમ દ્વારા તમામ પ્રયત્નો કરવા છતા એક શ્રમિકનું મોત થયું હતું. ઘટાનાને પગલે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે.

સાઇટ પર સુરક્ષાના સાધનોનો અભાવ

મહત્વનું છે કે આ ઘટના બાદ કેટલીક વિગતો સામે આવી છે જે મુજબ આ સાઇટ પર સુરક્ષાના સાધનોનો અભાવ હતો. તેમજ એક શ્રમિકના જણાવ્યા મુજબ તેઓએ ત્યાં કામ કરવા જવાની ના પાડી હતી તેમ છતા તમને ત્યાં મોકલવામા આવ્યા હતા.

 આ પણ  વાંચો : આસમાની આફતનો કહેર ! ખરાબ હવામાનને કારણે એક જ દિવસમા 20 લોકોના મોત

Back to top button