ટોપ ન્યૂઝનેશનલ

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હિંસા યથાવત્, બરવિટા પ્રાથમિક શાળામાં અથડામણમાં ત્રણના મોત

  • પશ્ચિમ બંગાળ પંચાયતની ચૂંટણીમાં વહેલી સવારથી મતદાન શરૂ
  • મતદાન સમયે બૂથ પર અજાણયા ઈસમોએ કરી તોડફોડ
  • અથડામણમાં ઓછામાં ઓછા ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો

આજે વહેલી સવારથી પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો મતદાન બુથ પર પોતાનો મત આપવા પહોંચતા જોવા મળ્યા છે. જો કે, આ મતદાન દરમિયાન બરવિટા પ્રાથમિક શાળામાં અજાણ્યા ઈસમો દ્વારા તોડફોડ કરાઈ હોવાની ઘટના સામે આવી છે.

પશ્ચિમ બંગાળ પંચાયતની ચૂંટણીમાં હિંસા

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે પશ્ચિમ બંગાળ પંચાયતની ચૂંટણીને લઈ આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવવ્યું છે. જેને લઈ રાજ્યપાલ સીવી આનંદ બોઝે મતદાન મથકોની મુલાકાત લીધી હતી પંચાયત સમિતિની 9,730 બેઠકો અને જિલ્લા પરિષદની 928 બેઠકો માટે આજે મતદાન કરવામાં આવી રહ્યું છે. જો કે, મતદાનની કામગીરી સમયે 6/130 બુથ, બરવિટા પ્રાથમિક શાળામાં અજાણ્યા ઈસમો દ્વારા તોડફોડ કરતા અથડામણના દ્રશ્યો જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં બુથ પર લોકો મતદાન કરવા માટે હાજર હોવાથી આ અથડામણમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે.

અલગ અલગ જગ્યાએ હિંસામાં કેટલાક લોકોના મોત

મહત્વનું છે કે, જેમ જેમ મતદાનની પ્રક્રિયા આગળ વધી રહી છે. તેમ તેમ માલદા અને બેહરમાં હિંસાના બે અલગ અલગ કેસોમાં ભાજપ અને તૃણમૂલના એક કાર્યક્રનું મોત નીપજ્યું હતું. જ્યાં બીજી તરફ ઉત્તર 24 પરગણાના કદમબાગચીમાં પણ એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં વિસ્તારના અપક્ષ ઉમેદવારનો સમર્થક હોવાથી આ વ્યક્તિને માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

નંદીગ્રામમાં ચૂંટણીનો બહિષ્કાર

પૂર્વા મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામ બ્લોક1ના રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તેમનું કહેવું ઠે કે, જ્યાં સુધી મોહમ્મદપુર નંબર 1 વિસ્તારમાં બૂથ નંબર 2 અને 67 પર કેન્દ્રીય દશો તૈનાત ન થાય ત્યાં સુધી તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળ પંચાયતને લઈ ટીએમસીએ ટ્વીટ કર્યું

એક તરફ મતદાન ચાલી રહ્યું છે. જ્યાં બીજી તરફ હિંસા જોવા મળી રહી છે. જેની વચ્ચે ટીએમસી પશ્ચિમ બંગાળ પંચાયતની ચૂંટણીને લઈ ટ્વીટ કર્યું છે. જેમાં લખ્યું છે કે, રેજીનગર તૂફાનગંજ અને ખારગ્રામમાં અમારા પક્ષના ત્રણ કાર્યકરો માર્યા ગયા છે અને ડોમકોલમાં ગોળીઓથી બે ઈજાગ્રસ્ત થયા છે પશ્ચિમ બંગાળ ભાજપ, પશ્ચિમ બંગાળ સીપીઆઈ અને પશ્ચિમ બંગાળ કોગ્રેસ કેન્દ્રીય દળોની તૈનાતી પર ભાર મૂકી રહી છે. તો જ્યારે કેન્દ્રીય દળોની સૌથી વધુ જરૂર હોય ત્યારે તેઓ ક્યાં હોય છે?

 આ પણ વાંચો : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આવશે ગુજરાત, જાણો કઈ જગ્યાએ સભા ગજવશે

Back to top button