ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

માત્ર ગુજરાતમાં જ નહીં આખા દેશમાં મેઘો મન મુકી વરસ્યો

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. ગુજરાત, યુપી, એમપી, હરિયાણાના અનેક જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત છે. વરસાદને કારણે ક્યાંક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે તો ઘણી જગ્યાએ લોકો ઘરોમાં ફસાઈ ગયા છે. હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ ઉત્તર ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઘણા રાજ્યોમાં વરસાદને કારણે યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે લોકોને સાવધાન રહેવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

ભારે વરસાદની આગાહીઃ IMD અનુસાર, જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 8 થી 9 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી છે. આ સિવાય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યના વલસાડ, રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ,જામનગર, દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 

હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુંઃ અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા,  પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કોંકણ અને કેરળમાં વાવાઝોડું, વીજળી અને ભારે વરસાદની સંભાવના છે. આ સાથે મહારાષ્ટ્રમાં પણ આવી જ સ્થિતિ છે.જેના કારણે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે અમરનાથ યાત્રા સ્થગિત

Back to top button