Samsung Galaxy M34 સ્માર્ટફોન લૉન્ચ, ફુલ ચાર્જમાં 48 કલાક ચાલશે, કિંમત પોકેટ ફ્રેન્ડલી
કોરિયન કંપની સેમસંગે ભારતમાં Samsung Galaxy M34 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તમે એમેઝોન અને સેમસંગની સત્તાવાર વેબસાઈટ દ્વારા સ્માર્ટફોન ખરીદી શકશો. મોબાઈલ ફોનમાં 6000 mAh બેટરી, 6.5 ઈંચ ડિસ્પ્લે, 50MP પ્રાઈમરી કેમેરા ઉપલબ્ધ છે. તમે આજે બપોરે 3 વાગ્યાથી Samsung Galaxy M34 પ્રી-ઓર્ડર કરી શકશો. સ્માર્ટફોનનું વેચાણ 16 જુલાઈથી શરૂ થશે.
Samsung Galaxy M34ની કિંમત
કિંમત વિશે વાત કરીએ તો, Samsung Galaxy M34 5G ની કિંમત 16,999 રૂપિયાથી શરૂ થાય છે અને ફોન 3 કલર વિકલ્પોમાં આવે છે જેમાં પ્રિઝમ સિલ્વર, મિડનાઇટ બ્લુ અને વોટરફોલ બ્લુનો સમાવેશ થાય છે.
Samsung Galaxy M34ના ફીચર્સ
Samsung Galaxy M34 ફુલ HD+ સ્ક્રીન રિઝોલ્યુશન સાથે 6.5-ઇંચ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે જે 120Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીનની સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે સ્માર્ટફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે, જેમાં 50MP પ્રાથમિક કેમેરા, 8-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા અને 2-મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફ્રન્ટમાં 12MP કૅમેરો ઉપલબ્ધ છે. કંપનીએ આ સ્માર્ટફોનને 2 વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે જેમાં 6/128GB અને 8/128GBનો સમાવેશ થાય છે. આ સ્માર્ટફોન Exynos 1280 SoC સાથે આવે છે. તમે ત્રણ રંગ વિકલ્પોમાં મોબાઇલ ફોન ખરીદી શકશો. આમાં તમને 25Wની ફાસ્ટ ચાર્જિંગ સાથે 6000mAh બેટરી મળે છે.
Oppo 3 નવા સ્માર્ટફોન લોન્ચ કરશે
10 જુલાઈના રોજ, ચીની સ્માર્ટફોન નિર્માતા ઓપ્પો ભારતમાં Oppo Reno 10 સીરીઝ હેઠળ 3 નવા સ્માર્ટફોન લોન્ચ કરશે. આ સીરીઝ હેઠળ Oppo Reno 10, Oppo Reno 10 pro અને Oppo Reno 10 Pro plus સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. બેઝ વેરિઅન્ટ સિવાય બંને મોડલની કિંમત લીક થઈ ગઈ છે. લીક્સ અનુસાર, Oppo Reno 10 pro અને Oppo Reno 10 Pro પ્લસની કિંમત અનુક્રમે 40,999 રૂપિયા અને 54,999 રૂપિયા હોઈ શકે છે.