કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ભુજમાં પાણી પુરવઠાનો સિનિયર ક્લાર્ક લાંચ લેતાં ઝડપાયો, ACBએ કર્યો ડીટેઇન

Text To Speech

ભુજમાં ACB દ્વારા પાણી પુરવઠાના સિનિયર ક્લાર્કને રૂ. 2500ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. ભુજમાં એક પટાવાળા તરીકે ફરજ બજાવતા ફરીયાદીએ જુન- 2023માં નિવૂત થતા પોતાના નિવૃંતિ બાદના લાભ મેળવવા માટે પોતાના વિભાગની કચેરીના સિનિયર કર્લાકનો સંર્પક કરતા તેઓએ ફરીયાદીને નિવૃત્તિ બાદ મેળવવાના થતા લાભોની વહીવટી પ્રક્રીયા કરી આપવા માટે રૂ. 2500ની લાંચની માગણી કરી હતી. આ અંગે ફરીયાદીએ એ.સી.બી. ભૂજ ખાતે ફરીયાદ કરી હતી.

  • લાંચ માગનાર સિનિયર ક્લાર્કને ACB ટીમે કર્યો ડીટેઇન:

ભુજમાં પાણી પુરવઠાનો સિનિયર ક્લાર્ક લાંચ લેતાં ઝડપાયો, ACBએ કર્યો ડીટેઇન
સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા આરોપી શકીલ મહમદ આરબ

આ મામલે આજે ACBએ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન ભુજની જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ ગુજરાત પાણી પુરાવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કચેરી ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા આરોપી શકીલ મહમદ આરબ સિનીયર કર્લાકને ફરીયાદી પાસે લાંચની માંગણી કરતા રૂ. 2500 સ્‍વીકારતા રંગે હાથ પકડાઈ ગયો હતો. પકડાયેલા આરોપીને એ.સી.બી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી પશ્વિમ કરછ એ.સી.બી. પીઆઈ પી.એચ.મકવાણા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: લગ્નથી લઈને બેવફાઈ સુધી… પતિ આલોક સાથે શું છે વિવાદ? SDM જ્યોતિ મૌર્યએ તોડ્યું મૌન

Back to top button