ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લગ્નથી લઈને બેવફાઈ સુધી… પતિ આલોક સાથે શું છે વિવાદ? SDM જ્યોતિ મૌર્યએ તોડ્યું મૌન

આ દિવસોમાં PCS ઓફિસર જ્યોતિ મૌર્ય અને તેના પતિ આલોક કુમાર મૌર્ય વચ્ચે ચાલી રહેલ વિવાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ચર્ચામાં છે. આલોક SDM જ્યોતિ મૌર્યના અફેર અને તેના વર્તન વિશે મીડિયા સામે ખુલ્લીને બોલી રહ્યો છે. તે જ સમયે, આ સમગ્ર મામલે અત્યાર સુધી મૌન રહેલા SDM જ્યોતિ મૌર્યએ હવે પહેલીવાર મૌન તોડતા ખુલીને વાત કરી છે. એક ન્યુજ ચેનલ સાથેની વાતચીતમાં જ્યોતિ મૌર્યએ કહ્યું કે તેમને તેમના પતિના સફાઈ કામદાર હોવાને લઈને કોઈ સમસ્યા નથી. આ સમગ્ર વિવાદને તેના SDM કે તેના પતિના સફાઈ કામદાર હોવા સાથે કોઈ લેવાદેવા નથી.

અમારો પારિવારિક વિવાદ છે: SDM જ્યોતિ મૌર્ય

જ્યોતિ મૌર્યએ મિડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આ સંપૂર્ણપણે અમારો પારિવારિક વિવાદ છે, જેના માટે કોર્ટમાં લગ્નનો કેસ ચાલી રહ્યો છે. આ એક અંગત બાબત છે, અમારી વચ્ચે ક્યારે અને શા માટે વિવાદ થયો હતો, હું આ અંગે કોઈ સ્પષ્ટતા કરવા માંગતી નથી. અમારો મેટ્રિમોનિયલ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. મારે જે પણ જવાબ આપવાનો હશે તે હું કોર્ટમાં આપીશ. તેઓએ જૂઠું બોલીને લગ્ન કર્યા, જો કે આ કોઈ મુદ્દો નથી. વિવાદ બાદ પતિ આલોક સાથે થયેલી વાતચીત અંગે જ્યોતિએ કહ્યું કે, મારી તેમની સાથે કોઈ વાતચીત થઈ નથી.

જ્યોતિ મૌર્યએ અફેરના દાવા અંગે આપ્યો જવાબ

SDM જ્યોતિ મૌર્યએ કોઈ અન્ય સાથેના સંબંધો અને અફેર અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર કહ્યું કે આ મારી અંગત બાબત છે. અમારો મેટ્રિમોનિયલ કેસ પહેલેથી જ કોર્ટમાં ચાલી રહ્યો છે. 2010માં લગ્ન બાદ આલોક દ્વારા અસહકારના પ્રશ્ન પર જ્યોતિએ કહ્યું કે મેં આવું કહ્યું નથી. આ પતિ-પત્ની વચ્ચેનો મામલો છે. કોઈપણ રીતે, આલોક આ બધું બોલે તે પહેલાં જ અમારો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આલોક જે કહે છે તે કહેવા દો. મારે તેના વિશે કોઈ કહાની કહેવી નથી.

કેવી રીતે ખરાબ થયો સંબંધ?

જ્યોતિ મૌર્યને જ્યારે પતિ આલોક સાથે સંબંધો ખરાબ થવાના કારણ વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે કોઈ કેવી રીતે નક્કી કરી શકે કે સંબંધ કેવી રીતે ખરાબ થયો. આ પતિ-પત્ની વચ્ચેનો મામલો છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવાના અનેક કારણો હોય છે. દેશમાં આ પહેલા પણ છૂટાછેડા થયા છે. છૂટાછેડાનો આ પહેલો કેસ નથી. આલોક જે કહે તે કહેવા દો. મને આલોકના પદ સાથે કોઈ લેવાદેવા નથી. આ પારિવારિક મામલો છે.

શું આલોકે અભ્યાસમાં મદદ કરી હતી?

જ્યોતિ મૌર્યને પતિ આલોક મૌર્ય દ્વારા અભ્યાસમાં મદદ કરાઈ હોવાના દાવા પર કટાક્ષ કર્યો અને જણાવ્યુ હતુ કે, જ્યારે હું LKGમાં હતી ત્યારે મારા લગ્ન થયા હતા. આલોકે જ મારો બાળપણથી ઉછેર કર્યો છે. અભ્યાસમાં મદદ બાબતે તેમણે કહ્યું કે પતિ-પત્ની હોય તો એકબીજાને મદદ કરે એ સ્વાભાવિક છે. પરંતુ સહકારનો અર્થ એ નથી કે જો કોઈ વ્યક્તિ તે પદ પર જાય તો તમે હંમેશા ટોણો મારશો, ત્રાસ આપો, માનસિક ત્રાસ આપો.

મને સોશિયલ મીડિયાની પરવા નથી: જ્યોતિ મૌર્ય

બીજી તરફ, જ્યોતિ મૌર્યએ સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ જઈ રહેલા કન્ટેન્ટને લઈને પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું કે મારે સોશિયલ મીડિયા સાથે કોઈ લેવાદેવા નથી, તમારે જે શેર કરવું હોય તે કરો. આ વિવાદ પહેલા પણ તેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, તેને જે કહેવું હશે તે કોર્ટમાં કહેશે. બીજી તરફ આલોક સાથે બ્રેકઅપના સવાલ પર જ્યોતિ મૌર્યએ કહ્યું કે તેણે અમારા 12 વર્ષના સંબંધોને સોશિયલ મીડિયા પર લાવીને બરબાદ કરી દીધા છે. મેં તો અલગ થવાનો કાનૂની રસ્તો પસંદ કર્યો હતો.

આ પણ વાંચો: ઓડિશા ટ્રેન અકસ્માતમાં CBIની કાર્યવાહી, 3 રેલવે કર્મચારીઓની ધરપકડ

 

Back to top button