NEETમાં ઓછા માર્કસ આવ્યા બાદ 17 વર્ષીય વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, પરિવારમાં શોકનો માહોલ
સુરત: સુરતની એક 17 વર્ષીય વિદ્યાર્થીનીએ NEETમાં ઓછા માર્કસ આવ્યા હોવાથી આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારના જણાવ્યા પ્રમાણે ધોરણ 12માં ઓછા ટકા આવવાથી હતાશ થઈ ગઈ હતી. MBBS બનવા માગતી દીકરીને ધોરણ12 અને NEETમાં માર્ક્સ ઓછા આવતાં હતાશ રહેતી હતી. કોઈ ઘરે ન હતું ત્યારે તેણે મોતનો માર્ગ અપનાવ્યો હતો.
ધરે કોઈ ન હતું ત્યારે કર્યો આપઘાત:
મૃતક ક્રીનલના પિતા કિરીટ પ્રજાપતિએ કહ્યું કે, માતા બે દીકરાઓને શાળાએ મૂકવા ગઈ અને મોટી દીકરી ક્રીનલએ ઘરમાં એકલતાનો લાભ લઇ ફાંસો ખાઈ લીધો હતો. માતા ઘરે આવતા જ દીકરીને લટકતી જોઈ જમીન પર ઢળી પડી હતી. બૂમાબૂમ કરતાં પાડોશીઓ દોડી આવ્યા હતા. દીકરીને પાડોશી ખાનગીમાંથી સિવિલ લઈ જતા મૃત જાહેર કરાઈ હતી.
પરિવારનું કોઈ દબાણ ન હોવા છતાં દિકરીએ જીવન ટૂંકાવ્યું:
દીકરી ક્રીનલે હમણાં ધોરણ 12ની પરીક્ષા આપી હતી, પરિવારે જણાવ્યું હતું કે જેમાં તેને ઓછા ટકા આવ્યા હતા. પરંતુ ઓછા ટકા આવતાં તેને કોઈ પણ પ્રકારનું પરીવાર દ્વારા દબાણ ક્યારે ય કરવામાં આવ્યું ન હતું. તેને હર હમેશા અભ્યાસમાં પરિવાર સપોર્ટ કરતો હતો, છતાં પણ 17 વર્ષીય દિકરીએ આપઘાત કરી જીવન ટૂંકાવતાં પરીવારમાં શોકનો માહોલ પથરાયો છે.
આ પણ વાંચો: પાટણમાં ભારે વરસાદ, અનેક નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા
NEETની પરીક્ષામાં ઓછા માર્કસ આવતાં હતાશ રહેતી હતી:
પરિવારે વધુમાં જણાવ્યું હતું કે, ક્રીનલને ધોરણ 12 સાયન્સમાં 55 ટકા આવ્યા હતા. જ્યારે નીટની પરીક્ષામાં 720માંથી 352 માર્ક્સ આવ્યા હતા. ધોરણ 12 અને નીટની પરીક્ષામાં ઓછા માર્કસ આવવાના કારણે ક્રીનલ હતાશ રહેતી હતી. આ કારણે જ તેણે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું પરિવારે જણાવ્યું છે.
આ પણ વાંચ: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે અમરનાથ યાત્રા સ્થગિત