ઉત્તર ગુજરાતગુજરાત

પાટણમાં ભારે વરસાદ, અનેક નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Text To Speech
  • પાટણમાં બે કલાકમાં 2 ઇંચ જેવો વરસાદ ખાબક્યો, ધોધમાર વરસાદ થતા શહેરમાં અનેક નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા.

રાજ્યમાં વરસાદની શરુઆત થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં વરસાદે ધમાલ મચાવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. 4 દિવસના ભારે ઉકળાટ બાદ કાલ સાંજથી જ વરસાદનું આગમન થયું છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પાટણ વિસ્તારમાં કાલ સાંજથી જ મેઘમહેર જોવા મળી રહી છે.

પાટણમાં ભારે વરસાદ, અનેક નિચાણ વાળા વિસ્તારોમાં પાણીમાં પાણી ભરાયા

પાટણમાં બે કલાકમાં જ 2 ઇંચ વરસાદ:

પાટણમાં બે કલાકમાં 2 ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો છે. ધોધમાર વરસાદ થતા શહેરના ગરનાળા પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ભારે વરસાદ પડતાં પાટણમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે, અનેક નીચાણ વાળી સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે. પાણી ભરાતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. મહત્વનું છે કે પાટણની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, આ સાથે સિધ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગની આગાહી: સમગ્ર ગુજરાતમાં પડશે ભારે વરસાદ

ગુજરાતના હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે અને અતિથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે મેધરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે હજી પણ ભારે વરસાદ આવી શકે છે.

આ પણ વાંચો: ચોમાસામાં વધી શકે છે ફંગલ ઇંફેક્શનનો ખતરોઃ આ રીતે કરો બચાવ

Back to top button