ઉત્તર ગુજરાતગુજરાત

કચ્છ : બેલામાં છાત્રોએ નિહાળ્યું શસ્ત્ર પ્રદર્શન

Text To Speech
  • BSF દ્વારા શસ્ત્રો ની સમજ આપવામાં આવી

પાલનપુર: બીએસએફ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) દેશની સુરક્ષામાં મોકરે તો રહે છે પરંતુ તે સાથે સાથે સમાજ સેવાના કામ પણ કરે છે. ત્યારે કચ્છ જિલ્લાના બેલા ગામમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લાની બેલા પ્રાથમિક શાળાના 80 જેટલા છાત્રોએ બીએસએફની સીમા સુરક્ષા ચોકીની મુલાકાત લીધી હતી. જ્યાં શાળાના છાત્રોએ બીએસએફ દ્વારા ગોઠવવામાં આવેલું શસ્ત્ર પ્રદર્શન નિહાળ્યું હતું.

           

તેમજ કેન્દ્રીય સુરક્ષા દળમાં જોડાવા માટે બીએસએફ દ્વારા માહિતી આપવામાં આવી હતી. જ્યારે બીએસએફ ના અધિકારીઓ દ્વારા બોર્ડર સિક્યુરિટી ફોર્સનો ગૌરવશાળી ઇતિહાસ અને દેશની સુરક્ષા માટે બહાદુર સૈનિકોએ આપેલા બલિદાન તેમજ દેશની સુરક્ષાનું શું મહત્વ છે. તે વિશે વિસ્તૃત જાણકારી બાળકોને આપી હતી.

વિના મૂલ્ય રોગ નિદાન શિબિર યોજાઈ

બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને બેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે સવારે 11-00 થી બપોરે 2:00 વાગ્યા સુધી વિનામૂલ્ય રોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બેલા ખાતે આવેલી બીપીઓ ખાતે યોજાયેલી આ શિબિરમાં 200 થી 225 પુરુષ, મહિલા અને બાળકોના રોગ નિદાન કરી તેમને દવા પણ આપવામાં આવી હતી. આ શિબિરમાં સુરક્ષા જવાનો સાથે બેલા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : વીજળી પડતાં યુવકનું મોત, એક નો એક દીકરો ગુમાવતા પરિવાર માં શોક નો માહોલ

Back to top button