ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ચોમાસામાં વધી શકે છે ફંગલ ઇંફેક્શનનો ખતરોઃ આ રીતે કરો બચાવ

  • વરસાદની સીઝનમાં વધે છે ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા
  • સ્કીનના અન્ય રોગોનો ખતરો પણ વધી જાય છે
  • ચોમાસામાં થતા ભેજના કારણે વધે છે ઇન્ફેક્શન

વરસાદની સીઝનમાં વઘતા જતા સ્કીનના રોગોમાં સૌથી સામાન્ય છે ફંગલ ઇન્ફેક્શન. ચોમાસામાં વરસાદ ગરમીથી રાહત તો આપે છે, પરંતુ સાથે સાથે વધુ ભેજના કારણે સ્કીનના રોગોનો ખતરો પણ વધે છે. સૌથી સામાન્ય ગણાતા સ્કીન ડિસીઝમાં છે ફંગલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, ચિકન પોક્સ, હર્પીસ અને એક્ઝિમા. તેમાંથી ફંગલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન કોમન છે. જાણો કયા કયા હોય છે ઇન્ફેક્શન.

ટિનિયા ક્રુરિસ

તેને જોક ઇચ કહેવાય છે. જાંઘની અંદરના ભાગમાં ત્વચામાં ખંજવાળ અને બળતરા થાય છે.

ટિનિયા કોર્પોરિસ

શરીરમાં ડર્મેટોફાઇટ્સના કારણે આ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન થાય છે.

ટિનિયા પેડિસ

તેને પગ કે એથલીટ ફુટનું ફંગલ ઇન્ફેક્શન પણ કહેવાય છે. વરસાદની સીઝનમાં થતા સામાન્ય પ્રકારના જીવાણુને બેક્ટેરિયલ ઇન્ફેક્શન તે ફોલિકુલાઇટિસ કહેવાય છે, જે એક સામાન્ય ત્વચાની સ્થિતિ છે, તે ત્યારે થાય છે, જ્યારે બેક્ટેરિયાના કારણે સોજો આવી જાય છે.

ચોમાસામાં વધી શકે છે ફંગલ ઇંફેક્શનનો ખતરોઃ આ રીતે કરો બચાવ hum dekhenge news

આ રીતે રોકો ફંગલ ઇન્ફેક્શનને

  • ફંગલ ઇન્ફેક્શન ભેજના લીધે થાય છે. ભેજ તેના ઉદ્ભવવાનું મુખ્ય કારણ છે. તમારે આ સીઝનમાં સુતરાઉ અને લીનનના કપડા પહેરવા જોઇએ. ટાઇટ કપડા ન પહેરવા જોઇએ. ડેનિમ જેવા જાડા કપડા પહેરવાથી બચવુ જોઇએ.
  • વારંવાર કપડા બદલતા રહેવુ જોઇએ. કેમકે શરીરના જે ભાગમાં વધુ પરસેવો થતો હોય તે ભાગમાં ફંગલ ઇન્ફેક્શનનો ખતરો રહે છે.
  • જો તમને ફંગલ ઇન્ફેક્શન હોય તો એ જગ્યાએ ખંજવાળો નહીં, ઇન્ફેક્શન તમારા નખ સુધી ફેલાઇ શકે છે. તમને ઓનિકોમાઇકોસિસ થઇ શકે છે, જે તમારા નખમાં એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે.
  • જો તમને દાણા કે ફંગલ ઇન્ફેક્શન થઇ જાય છે તો તમારે તેની તપાસ કરાવવી જોઇએ. સાથે સાથે તમારા ચહેરાને વારંવાર ન અડો.
  • તમે પ્રિસ્ક્રીપ્શનથી મળતી સ્ટિરીયોઇડ ક્રીમ જ યુઝ કરો. પ્રિસ્ક્રીપ્શન વગરની સ્ટિરીયોઇડ ક્રીમથી સ્થિતિ વધુ ખરાબ બને છે.
  • જે લોકોને શુગર હોય કે ક્રોનિક કિડની રોગ હોય તેમણે ત્વચા નિષ્ણાત પાસે જવુ જોઇએ. કેમકે તેમના ઉપચાર રૂપે લેવાતી દવાઓ એન્ટીફંગલ ક્રીમના પ્રભાવને ઘટાડે છે.
  • જે લોકો એન્ટી એસિડ જેવી ગેસ્ટ્રાઇટિસની વધુ દવા લે છે, તેમણે એન્ટીફંગલ ઇન્ફેક્શન ક્રીમ ન લેવી જોઇએ.

ચોમાસામાં વધી શકે છે ફંગલ ઇંફેક્શનનો ખતરોઃ આ રીતે કરો બચાવ hum dekhenge news

ફંગલ ઇન્ફેક્શનથી બચવાના અન્ય ઉપાય

  • જ્યારે તમે વાળ ધુઓ ત્યારે તરત તેને બાંધી ન દો. તેને હવામાં સુકાવા દો.
  • તમારા ટોવેલ, ટોપી, ચાદર અને તકિયાને વારંવાર ધુઓ
  • જ્યારે તમે સલુન કે વાળંદના ત્યાં જાવ તો તેને તેના સાધનો સાફ કરવાનું કહો.
  • તમને માથાની ત્વચા પર ફોલિકુલાઇટિસ થઇ શકે છે.
  • જો તમને સંક્રમણ થતુ હોય તો માથામાં કે શરીર પર બોડી ઓઇલ ન લગાવો. તમે મોઇશ્વરાઇઝિંગ ક્રીમનો ઉપયોગ કરી શકો છો.
Back to top button