રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ઉભા નહીં રાખે પુરુતુ સંખ્યાભળ નહી હોવાને કારણે કોંગ્રેસ દ્વારા આ નિર્ણય લેવામા આવ્યો છે. કોંગ્રેસ ઉમેદેવાર ઉભા નહી રાખે તો ભાજપના ઉમેદવારોની બિનહરિફ વરણી થઈ શકે છે.
કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર નહીં ઉભા રાખે
રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ઉભા નહીં રાખે તેવી વિગતો સામે આવી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આ સમાચારની પુષ્ટી કરી છે. કોંગ્રેસ ઉમેદવાર ઉભા નહી રાખે તો રાજ્યસભાની ખાલી પડેલ ત્રણેય બેઠકો ભાજપને મળી શકે છે.
અપૂરતા સંખ્યાબળના કારણે લેવાયો નિર્ણય
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય એવા વિદેશ મંત્રી એસ જયશંકર સહિત ત્રણ સભ્યોનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે. જેથી ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા રાજ્યસભા માટે ત્રણ સભ્યોની ચૂંટણી તા. 24 જુલાઈ- 2023 ના રોજ યોજાવાની છે. ત્યારે અપૂરતા સંખ્યાબળના કારણે કોંગ્રેસ ઉમેદવાર ઉભા રાખશે નહીં તેવો કોંગ્રેસ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : કરુણ ઘટના : અંડરબ્રિજમાં પાણી ભરાતા 108 ફસાઈ, સારવાર ન મળતા મહિલા દર્દીએ ગુમાવ્યો જીવ