Rajkot Rain Update : રાજકોટના 8 ડેમમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક થઈ, જાણો ડેમની સ્થિતિ
વરસાદનો બીજો રાઉન્ડ શરુ થતા સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યોછે. ત્યારે ભારે વરસાદને કારણે રાજ્યના નદી , નાળા અને જળાશયોમા નવા નીરની આવક થઈ છે. રાજ્યના જળાશયોમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ પાણીની આવક નોંધાઈ છે.
રાજકોટમાં ચાલુ વર્ષે સીઝનનો 13 ઇંચથી વધુ વરસાદ નોંધાયો
રાજકોટમાં ભારે વરસાદને પગલે શહેરની જીવાદોરી સમાન ડેમોમાં નવા નીરની આવક થઈ છે. તમને જણાવી દઈએ કે રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે સીઝનનો 13 ઇંચથી વધુ એટલે કે 335 MM વરસાદ નોંધાયો છે.
રાજકોટના આઠ ડેમોમાં નવા નીરની આવક થઈ
રાજકોટમાં સાર્વત્રિક વરસાદ પડતા શહેરના આઠ ડેમોમાં નવા નીરની આવક થઈ છે. છેલ્લા 24 કલાકમાં જ છાપરવાડી-1 ડેમમાં 3.28 ફૂટ, માલગઢ ડેમમાં 1.31 ફૂટ, આજી – 2 ડેમમાં 1.21 ફૂટ, છાપરવાડી-2 ડેમમાં 0.66 ફૂટ, ફોફળ ડેમમાં 0.59 ફૂટ, ભાદર ડેમમાં 0.56 ફૂટનો વધારો થયો છે.
જળાશયોની હાલની સ્થિતિ
રાજકોટ શહેરના મુખ્ય જળાશયોની સ્થિતિ અંગે વાત કરવામા આવે તો ભાદર ડેમ 20.20 ફૂટ, ભાદર-2 21.50 ફૂટ, મોજ 44 ફૂટ, આજી-1 23.10 ફૂટ , આજી-2 19.20 ફૂટ , ન્યારી-1 17.70 ફૂટ, ન્યારી-2 19.40 ફૂટ , સોડવદર 23.10 ફૂટ ભરાયો છે.
આ પણ વાંચો : રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર; ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ઉભા નહીં રાખે, જાણો કારણ