HD ન્યુઝ ડેસ્કઃ હવામાન વિભાગએ આગામી 24 કલાકમાં દેશના મોટા ભાગના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. ઉત્તરાખંડના ચમોલીમાં પહાડો પરથી પથ્થરો પડવાના કારણે બદ્રીનાથ હાઈવે પણ બંધ છે. છેલ્લા 10 દિવસમાં આ હાઈવે ચોથી વખત બંધ કરવામાં આવ્યો છે.
ગામમાં 200 લોકો ફસાયાઃ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ધારચુલામાં શુક્રવારે વાદળ ફાટવાથી એક પુલ ધોવાઈ ગયો હતો. અહીં ચલ ગામમાં 200 લોકો ફસાયેલા છે. બચાવકાર્યમાં ગયેલી SDRFની ટીમ પણ ફસાઈ ગઈ છે. કેરળના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. કન્નુર અને કાસરગોડમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અલપ્પુઝાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અહીં રસ્તાઓ પર હોડી ચલાવવી પડી હતી. એક હજારથી વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.
અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવીઃ જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે પહેલગામ અને બાલટાલ બંને રૂટ પર અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. તીર્થયાત્રીઓને બાલતાલ અને નુનવાન બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યા છે..
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં 24 કલાકમાં 5 વાર ભૂકંપ, લોકો ગભરાયા