ગુજરાતટોપ ન્યૂઝ

Rahul Gandhi defamation case: ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી

Text To Speech

ગુજરાત હાઈકોર્ટ આજે સવારે 11 વાગ્યે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મોદી અટક સંબંધિત માનહાનિના કેસમાં આપવામાં આવેલી સજા સામેની અરજી પર તેનો ચુકાદો સંભળાવ્યો હતો. રાહુલ ગાંધીને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને 23 માર્ચે બે વર્ષની સજા ફટકારી હતી. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે.

ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી

ગુજરાત હાઇકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર આજે તેનો ચુકાદો આપ્યો છે જેમાં તેમણે મોદી અટક સાથેની ટિપ્પણી અંગેના ફોજદારી માનહાનિ કેસમાં તેમની સજા પર સ્ટે મૂકવાની વિનંતી કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી.

RAHUL- Humdekhengenews

રાહુલ ગાંધી હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે

રાહુલ ગાંધીને ગુજરાત હાઇકોર્ટ માંથી પણ ઝટકો મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે. જેથી રાહુલ ગાંધીને બે વર્ષની સજા યથાવત રહેશે. રાહુલ ગાંધી હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા પડશે.

 આ પણ વાંચો : છોટાઉદેપુર : પિકપવાન અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો, ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત

Back to top button