ગુજરાતમધ્ય ગુજરાત

છોટાઉદેપુર : પિકપવાન અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો, ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત

Text To Speech

છોટાઉદેપુરના દેવલિયા ગામે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

પિકપવાન અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત

છોટાઉદેપુરના દેવલિયા ગામ નજીક પિકપવાન અને આઇસર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં પિકપવાન ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે આઇસરના ડ્રાઇવરનું રેસ્ક્યુ કરવા માટે પતરૂ કાપવામા આવ્યું હતું. જ્યારે અંદર ફસાયેલા લોકોને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

છોટાઉદેપુર અકસ્માત-humdekhengenews

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. જાણકારી મુજબ પિકઅપવાન શાકભાજી ભરીને વડોદરા જતી હતી. આ દરમિયાન છોટાઉદેપુરના દેવલિયા ગામ નજીક પિકપવાન અને આઇસર વચ્ચે ટક્કર થઈ હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને વધુ તપાસ હાથ ધરી હતી.

 આ પણ વાંચો : અંકલેશ્વર GIDCમાં આવેલ ટેગરોસ કંપનીમાં બ્લાસ્ટ, બોઇલર ફાટતા 10 જેટલા કામદારોને ઈજા

Back to top button