- બન્ને એજન્ટો એક લાઇસન્સ દિઠ 6 હજારથી લઇને 8 હજાર સુધી લેતા
- કાશ્મીરી યુવકોના ડોક્યુમેન્ટ મેળવીને બનાવટી કન્ફર્મેશન લેટર બનાવતા
- લાયસન્સ કૌભાંડમાં કાશ્મીરના ઉરીમાંથી એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો
ગાંધીનગર RTOમાંથી ઝડપાયેલ નકલી આર્મી જવાનના લાયસન્સ કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં નકલી લાઇસન્સ કાંડમાં ગાંધીનગર RTOના બે એજન્ટ, એક કાશ્મીરી ઝડપાયા છે. એજન્ટોએ કરેલા સેટિંગ પરથી ગાંધીનગર RTOના ઇન્સ્પેક્ટરો પણ શંકાના દાયરામાં છે. આર્મીના IBએ કૌભાંડની જાણ ક્રાઇમ બ્રાન્ચને કરતા બે આરોપી અગાઉ પકડયા હતા. RTOના બન્ને એજન્ટોની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસો સામે આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ટામેટા સહિત લીલા શાકભાજી સાથે આ વસ્તુઓની કિંમતો પણ આસમાને પહોંચી
નકલી આર્મી જવાનના લાયસન્સ કૌભાંડમાં કાશ્મીરના ઉરીમાંથી એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો
ગાંધીનગર RTOમાંથી ઝડપાયેલ નકલી આર્મી જવાનના લાયસન્સ કૌભાંડમાં કાશ્મીરના ઉરીમાંથી એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. બીજી તરફ, ગાંધીનગર આરટીઓમાં અધિકારીઓ સાથે સેટિંગ કરીને કામ કરતા બે એજન્ટોના નામ ખુલતા ત્રણ દિવસ પહેલા તેમણે દબોચી લેવામાં આવ્યા હતા. આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યુ કે, RTOના કેટલાક ઇન્સ્પેક્ટરો આ કૌભાંડ સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યુ છે. ટૂંક સમયમાં આરોપીઓને પકડી પડાવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ, જાણો કયા કેટલો ખાબક્યો મેઘો
કાશ્મીરી યુવકોના ડોક્યુમેન્ટ મેળવીને બનાવટી કન્ફર્મેશન લેટર બનાવતા
ગાંધીનગર આરટીઓ કચેરીમાં એજન્ટ સંતોષસિંઘ ચૌહાણ અને ધવલ રાવત બન્ને ભેગા મળીને જમ્મુ કાશ્મીરમાં સેન્સેટીવ વિસ્તારમાં એવા બાલામુલ્લા, ઉરી સહિતના વિસ્તારમાં રહેતા કાશ્મીરી યુવકોના ડોક્યુમેન્ટ મેળવીને બનાવટી કન્ફર્મેશન લેટર બનાવીને આર્મીનું ડ્રાઇવીંગ લાઇસન્સ કઢાવી આપતો હતો. આથી બન્ને એજન્ટોની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચાંદખેડામાંથી ઝડપી પાડયા હતા. બન્ને એજન્ટોએ આર્મીના અળગ અલગ બટાલિયનના સિક્કાઓ, નકલી આર્મીના કન્ફર્મેશન લેટરો મળી આવ્યા હતા. બન્નેની પૂછપરછમાં એક બે નહીં પરંતુ આર્મી જવાનના નામે કાશ્મીરી યુવકોને 2 હજારથી વધારે લાયસન્સ કઢાવી આપ્યા છે.
બન્ને એજન્ટો એક લાઇસન્સ દિઠ 6 હજારથી લઇને 8 હજાર સુધી લેતા
બન્ને એજન્ટો એક લાઇસન્સ દિઠ 6 હજારથી લઇને 8 હજાર સુધી લેતા હતા. આ બન્નેની પૂછપરછમાં કાશ્મીરના ઉરીમાં નાસર અહેમદ ઉર્ફે નઝીર મીર અને ગાંધીનગર RTOમાં એજન્ટ તરીકે કામ કરતા હિતેષ લિંબાચીયા અને દિવ્યાંગ પટેલનું નામ ખુલ્યુ હતુ. આથી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ઉરી પહોંચીને નાસર ઉર્ફે નઝીરની ધરપકડ કરીને કાશ્મીર કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જ્યારે ગાંધીનગર આરટીઓમાંથી હિતેષ કેશવલાલ લિંબાચીયા અને દિવ્યાંગ જશુભાઇ પટેલની 3 દિવસ પહેલા ધરપકડ કરી હતી. RTOના બન્ને એજન્ટોની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસો સામે આવ્યા હતા. જેના પગલે ગાંધીનગર આરટીઓના ઇન્સ્પેક્ટરો સહિત અન્ય સ્ટાફને નોટીસ પાઠવીને નિવેદન માટે ટૂંક સમયમાં બોલાવશે.