બારે મેધ થશે ખાંગા, આ વિસ્તારોને ઘરમોળશે વરસાદ
HD ન્યુઝ ડેસ્કઃ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે વલસાડમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
જાણો ક્યા વિસ્તારોમાં છે એલર્ટઃ રાજ્યમાં આજથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ગીર સોમનાથ, ભરૂચ, સુરત અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે. 7 જુલાઈએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ કર્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ, બોટાદ, વડોદરામાં યલો એલર્ટ છે. જેમાં છોટા ઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ આપ્યું છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીથી લઈ મહીસાગર, મોરબી, જામનગર, દ્વારકામાં યલો એલર્ટ આપ્યું છે.
વરસાદનો બીજો રાઉન્ડઃ ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર મુશળધાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગત સપ્તાહે છૂટક વરસાદ પડી ગયા બાદ પરિસ્થિતિઓ ફરી એકવાર અનુકૂળ બની રહી છે.
આ પણ વાંચોઃ સોરઠમાં સાંબેલાધાર : જૂનાગઢના ભેંસાણમાં માત્ર 2 કલાકમાં પોણા 4 ઈંચ વરસાદ