ગુજરાત

વેરો ભરો : પાલનપુરમાં ચાર હજાર દબાણદારોને વેરો ભરપાઇ કરવા નોટીસ

Text To Speech

પાલનપુર: પાલનપુરમાં 1 થી 11 વોર્ડ પૈકી 9 વોર્ડમાં દબાણદારો દબાણમાં મકાન બનાવીને વસવાટ કરે છે.જેથી પાલિકા દ્વારા કોરોના મહામારી બાદ ફરી વેરો વસુલાત કરવાનું શરૂ કરાયુ છે. જેમાં દોઢ માસમાં 4 હજાર ઉપરાંતના રહીશોને નોટીસો આપી વેરો ભરપાઇ કરવા તાકીદ કરાઇ છે.

શહેરમાં 64 હજાર દબાણધારકો વેરો ન ભરનાર રહીશના પાણીના કનેક્શન કાપી દેવાશે
પાલનપુર શહેરમાં 1 થી 11 વોર્ડ આવેલા છે.જેમાં વોર્ડ નંબર,1,2,3,6,7,8,9,11 માં અંદાજીત 64,000 દબાણ ધારકો છે.જેમની પાસેથી પાલિકા દ્વારા દિવાબત્તી,સફાઇ અને પાણીનો વેરો વસુલાત કરવામાં આવે છે.આ અંગે નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યુ હતુ કે શહેરના વોર્ડમાં દબાણમાં મકાન બનાવીને રહેતા 64,000 દબાણ ધારકો છે.જે પૈકીના 4 હજાર જેટલા દબાણ ધારકોને વેરો ભરપાઇ કરવા નોટીસો આપી છે.જેથી દબાણમાં રહેતા લોકો દ્વારા વેરો ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.તેમજ સમય મર્યાદામાં વેરો ભરપાઇ ન કરનાર રહીશોના પાણી કનેક્શન કાપી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

ફાઇલ ફોટો

પાલિકા દ્વારા રૂ.8 લાખ ઉપરાંતની વેરા વસુલાત
પાલનપુર શહેરમાં અંદાજીત 64 હજાર જેટલા લોકો દબાણમાં વસવાટ કરે છે.જેમની પાસેથી પાલિકા દ્વારા અંદાજી દોઢ માસમાં 8 લાખ જેટલી વેરા વસુલાત કરવામાં આવી હતી.

Back to top button