બનાસકાંઠા: ધાનેરાના નેનાવા પાસેથી શાકભાજીના વાહનમાંથી 225 કિલો પોષ ડોડા મળ્યાં, એકની અટકાયત
પાલનપુર: ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પરથી પોષડોડાનો જથ્થો ધાનેરા પોલીસ ઝડપી પાડ્યો છે. જેમાં ડીસાથી જેસલમેર લઈ જવાતો હતો પોષડોડાનો જથ્થો પોલીસે બાતમી હકીકત આધારે ઝડપી પાડી કુલ રૂ. 6 લાખ 76 હજારની કિંમતનો 225 કિલ્લો ગ્રામ પોષડોડાના જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી આગળ ની તપાસ હાથ ધરી છે.
રૂ. 6 લાખ 76 હજારનો પોષડોડાનો જથ્થો જપ્ત કરાયો
બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર રાજસ્થાનમાંથી ગુજરાતમાં બુટલેગરો અને તસ્કરો દ્વારા દારૂ તેમજ અફીણ અને પોષ ડોડા ગુજરાતમાં ઘુસાડવામાં આવતા હોય છે. આજે ધાનેરા પોલીસે રાજસ્થાનને અડીને આવેલ નેનાવા ચેકપોસ્ટ પાસેથી ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જતો પોષ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ધાનેરા પોલીસને બાતમી મળેલ કે ડીસાથી બાડમેર તરફ પોષ ડોડા ભરીને એક પીકઅપ ડાલું જઈ રહ્યું છે.
જે બાતમી હકીકત આધારે પોલીસે રાજસ્થાનને અડીને આવેલ આવેલ નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું તપાસ દરમિયાન પીકઅપ આવતા પીકપ ડાલાની તપાસ કરતાં શાકભાજીના નીચે 225 kg જેટલો પોષ ડોડાનો જથ્થો સંતાડેલો મળી આવતા પોલીસે પીકઅપ ડાલાના ચાલક પ્રકાશ ગઢવીની અટકાયત કરી રૂ. 6 લાખ 76 હજારનો મુદ્દામાલ ઝડપી પડી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: આદિવાસી યુવક પર પેશાબ કરનાર ભાજપના નેતાને કડક સજા આપવા માગ