ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: આદિવાસી યુવક પર પેશાબ કરનાર ભાજપના નેતાને કડક સજા આપવા માગ

Text To Speech

પાલનપુર: મધ્યપ્રદેશમાં આદિવાસી યુવક પર પેશાબ કરી જઘન્ય કૃત્ય આચરનાર ભાજપના કાર્યકર્તા સામે ડીસામાં આમ આદમી પાર્ટીએ વિરોધ દર્શાવ્યો છે. નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે.

ડીસામાં આપના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી કરી રજૂઆત

મધ્યપ્રદેશમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. આ હિન કૃત્ય ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કથિત રીતે ભાજપના જ કાર્યકર દ્વારા કરાયું છે. જ્યાં ભાજપના એક નેતાનો આદિવાસી યુવક પર પેશાબ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં આદિવાસી યુવક પર પેશાબ કરતા શખ્સનું નામ પ્રવેશ શુક્લા છે. આ ઘટના બાદ બનાસકાંઠા જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી દ્વારા ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે ડીસામાં નાયબ કલેક્ટરને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ આવું કૃત્ય કરનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવાની માગ કરી છે.

 પેશાબ કરનાર સામે આવેદનપત્ર-humdekhengenews

ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ડૉ. રમેશભાઈ પટેલ, લોકસભા પ્રમુખ વિજયભાઈ દવે, પ્રદેશ કિસાન ઉપપ્રમુખ તેજાભાઈ દેસાઈ, શહેર પ્રમુખ સુભાશભાઈ ઠકકર, લીગલ સેલ પ્રમુખ મુસ્તિકીમ ભાઈ મેમણ, અલ્પેશભાઈ દેસાઈ સહિત કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી જણાવ્યું હતું. કે, મધ્યપ્રદેશમાં ભાજપના એક નેતાએ જે કૃત્ય કર્યું છે તેની સામે સમગ્ર ગુજરાતમાં આક્રોશ છે. આવા ભાજપના નેતાઓ સામે કડક કાર્યવાહી કરી જેલમાં પૂરી દેવા જોઈએ અને સ્પેશિયલ કોર્ટમાં કેસ ચલાવી કડક સજા થવી જોઈએ જેથી સમાજમાં એક દાખલો બેસાડી શકાય.

આ પણ વાંચો : TCS બાદ ટાટા સ્ટીલની મોટી કાર્યવાહી, કંપનીમાંથી 38 કર્મચારીઓની હકાલપટ્ટી

Back to top button