ટ્રેન્ડિંગનેશનલ
રાહુલ ગાંધીને રાહત મળશે કે સજા યથાવત રહેશે? માનહાનિ કેસમાં કાલે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો
ગુજરાત હાઈકોર્ટ આવતીકાલે એટલે કે 7 જુલાઈએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ મોદીની અટક સંબંધિત માનહાનિના કેસમાં પોતાનો ચુકાદો સંભળાવશે. સુરત કોર્ટે તેને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી હતી.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમના ભાષણમાં કથિત રીતે કહ્યું હતું કે, “બધા ચોરની અટક મોદી કેમ છે?” તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે ગત 23 માર્ચના રોજ રાહુલ ગાંધીને માનહાનિ મામલે સુરતની એક કોર્ટે બે વર્ષની સજા કર્યા બાદ બીજા જ દિવસે લોકસભા સચિવાલયે તેમનું સંસદસભ્યપદ રદ કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, આ રાહુલ ગાંધીને મળેલી આ સજા બાદ તેમનું લોકસભાનું સભ્યપદ રદ થઈ ગયું હતું અને તેમને સંસદ સભ્ય તરીકે મળેલો બંગલો પણ ખાલી કરવાની સૂચના મોકલવામાં આવી છે.