ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

Chandrayaan 3 આ તારીખે થશે લોન્ચ, ISROએ માહિતી આપી

Text To Speech

ISROએ ચંદ્રયાન 3ની લોન્ચિંગની તારીખ જાહેર કરી છે. ઈસરોએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વિટમાં જણાવ્યું કે 14 જુલાઈની બપોરે ચંદ્રયાન 3 લોન્ચ થશે.

ISROએ ટ્વીટમાં લખ્યું છે કે, “ચંદ્રયાન 3ના લોન્ચિંગની જાહેરાત. LVM3-M4/ચંદ્રયાન-3 મિશનનું પ્રક્ષેપણ હવે નિર્ધારિત છે. તે SDSC, શ્રીહરિકોટાથી 14 જુલાઈ 2023 ના રોજ બપોરે 2.35 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન 3 મિશન અંગે અધ્યક્ષ સોમનાથ એસએ કહ્યું, “ઈસરો 23 ઓગસ્ટ અથવા 24 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરશે.”

અગાઉ ISROએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે બુધવારે (05 જુલાઈ)ના રોજ ચંદ્રયાન-3 અવકાશયાનને તેના નવા લોન્ચ રોકેટ LVM-3 સાથે જોડ્યું હતું. ચંદ્રની સપાટી પર ઉપકરણોને સુરક્ષિત રીતે ઉતારવા અને સંશોધન પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ચંદ્રયાન-2 પછી આ મહિને ચંદ્રયાન-3 લોન્ચ થવા જઈ રહ્યું છે.

ચંદ્રયાન 3નું લક્ષ્ય શું છે?

આ માહિતી પહેલા, ISROના એક અધિકારીએ કહ્યું હતું કે, “અમારું લક્ષ્ય તેને 13 જુલાઈએ લોન્ચ કરવાનું છે.” ચંદ્ર ધરતીકંપની આવર્તન, ચંદ્રની સપાટી પર પ્લાઝ્મા પર્યાવરણ અને રચનાનો અભ્યાસ કરવા માટે ઉપકરણો મોકલવામાં આવશે.

ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, “લેન્ડર અને રોવર પર લગાવવામાં આવેલા આ વૈજ્ઞાનિક સાધનોને ‘સાયન્સ ઓફ મૂન’ થીમ હેઠળ મૂકવામાં આવશે, જ્યારે ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીનો અભ્યાસ કરવા માટેના પ્રાયોગિક સાધનોને ‘સાયન્સ ફ્રોમ ધ મૂન’ થીમ હેઠળ મૂકવામાં આવશે.”

આ વર્ષે માર્ચમાં, ચંદ્રયાન-3 અવકાશયાનએ તેની જરૂરી તપાસ પૂર્ણ કરી હતી અને લોચિંગ દરમિયાન કઠિન પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. લેન્ડર ચંદ્ર પર ચોક્કસ સ્થળ પર સોફ્ટ-લેન્ડ કરવાની ક્ષમતાથી સજ્જ હશે અને રોવરને તૈનાત કરશે, જે ચંદ્રની સપાટી પર રાસાયણિક વિશ્લેષણ કરશે.

Back to top button