કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

“ધ ડાયમંડ સિટી”માં ધોળે દિવસે અપહરણ; જોવો કોણ હતો તે શખ્સ અને કેમ થયું અપહરણ

  • રૂપિયાની લેતીદેતીમાં અમદાવાદના વેપારીનું સુરતમાં ધોળે દિવસે અપહરણ
  • આખી ઘટના cctvમાં કેદ
  • 3 શખ્સ બળજબરીથી વેપારીને  કારમાં બેસાડી અપહરણ કર્યું 

સુરત ભારત ભરમાં “સિલ્ક સિટી”, “ધી ડાયમંડ સિટી”, “ધ ગ્રીન સિટી” વગેરે જેવા અન્ય નામોથી પ્રખ્યાત છે. સુરત શેહરથી આપણી નજર સમક્ષ એવી અનેક ઘટનાઓ આવતી હોય છે જેમાં ચોરી, અપહરણ તેમજ મારકૂટના આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતી હોય છે. પણ હાલ સુરતથી એક એવી ઘટના સામે આવી છે જે જોઈ તમે પણ કહેશો કે આ શું ? આ ઘટનામાં કઈક એવું બન્યું કે ત્રણ શખસે ધોળ દિવસે સ્ટોક માર્કેટ ઓફિસ ચલાવતા એક વેપારીનું અપહરણ કરી તેનું મોઢું દબાવી કારમાં બેસાડવાની કોશિશ કરી છે. અંતે cctvની મદદથી તે વેપારીને અપહરણકારોના જાસા માંથી પોલીસ દ્વારા બચાવી  લેવામાં આવ્યો છે.

સેસીસીટીવીમાં જોવા મળ્યા આ દ્રશ્ય 

સુરતમાં ધોળે દિવસે મોટા વરાછા વિસ્તારમાંથી સ્ટોક માર્કેટ ઓફિસ ચલાવતા અમદાવાદના વેપારીનું ગઈકાલે અપહરણ થયું હતું, જેના સીસીટીવી સામે આવ્યા છે.આ શખસ કામ અનુસાર છેલ્લા 15 દિવસથી સુરતની એક હોટલમાં રોકાયા હતા. સુત્રો અનુસાર આ વ્યક્તિ છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં આવી જતાં લેણદારો તેનો પીછો કરી રહ્યા હતા. આ ઘટના અંગે સેસીસીટીવીમાં જોવા મળે છે કે 3 શખસ બળજબરીથી તેને કારમાં બેસાડવા પ્રયાસ કરે છે, જેમાં એક શખસે વેપારીનું મોઢું દબાવતો જોવા મળે છે, જ્યારે બે શખસને તેને કારમાં ધકેલતા જોવા મળે છે. અંતે, વેપારીને કારમાં બેસાડીને ફરાર થઈ જાય છે.વેપારીએ અપહરણકર્તાઓથી છૂટવા ઘણા પ્રયત્ન કર્યા પર નિષ્ફળ જતા આખરે તેને હાર માની લીધી હતી. આ અંગે ઉત્રાણ પોલીસને જાણ થતાં સીસીટીવીના આધારે ત્રણની શખસની ધરપકડ કરીને વેપારીને અપહરણકારોમાંથી છુટકારો કરાવ્યો છે તેમજ અન્ય ત્રણ શખસ ફરાર થઈ ગયા હોવાની માહિતી મળી છે.

રૂપિયાની લેતીદેતીમાં અમદાવાદના વેપારીનું ધોળે દિવસે અપહરણ

મળતા cctvમાં જોવા મળે છે કે રસ્તાના કોર્નર પર એક કાર પાસે વેપારી અને અપહરણકારો ઊભા છે. બાદમાં તેઓ વચ્ચે બોલાચાલી થાય છે, આથી અપહરણકારો ઉશ્કેરાતાં વેપારીનું અપહરણ કરવા ઉપર ઊતરી આવે છે. વેપારી તેની ચુંગાલમાંથી છૂટવા માટે ઘણા ધમપછાડા કરે છે, પરંતુ અપહરણકારો તેને બળજબરીથી કારમાં બેસાડી લઈ જાય છે. ઘટનાને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અઢી કરોડ રૂપિયાની લેતીદેતીમાં અપહરણ થવાની વાત સામે આવી રહી છે. પોલીસને આરોપી સુરતના મોટા વરાછા વિસ્તારમાં હોવાનું જણાઈ આવતાં ત્રણની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :CM ભુપેન્દ્ર પટેલે તાપી ખાતે શાળાના બાળકો સાથે ભોજન કર્યું

Back to top button